GSTV
Home » News » 4 કરોડ પેન્શનરો માટે છે આ સમાચાર, 5,845 કરોડ રૂપિયા હવે ખાતામાં નહીં થાય જમા

4 કરોડ પેન્શનરો માટે છે આ સમાચાર, 5,845 કરોડ રૂપિયા હવે ખાતામાં નહીં થાય જમા

દેશમાં વ્યાજના દરમાં ઘટાડાના વલણને કારણે પેન્શનરોને મોટો આંચકો મળ્યો છે. દેશની સૌથી મોટી ઋણદાતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક અભ્યાસ મુજબ, વ્યાજના દરમાં ઘટાડો થવાને કારણે પેન્શનરોએ વાર્ષિક સરેરાશ 5,845 રૂપિયા ગુમાવ્યા છે. તેમાં જણાવાયું છે કે દેશમાં આશરે 4 કરોડ પેન્શનરો છે. આ દરેકના ખાતામાં સરેરાશ ટર્મ ડિપોઝિટ 3.34 લાખ છે.

ગ્રાહકો પર પણ અસર

વ્યાજ દરમાં ઘટાડો થવાને કારણે પ્રાઈવેટ ફાઈનલ કંઝમ્પશન એક્સપેંડિચર પર અપેક્ષિત અસર 0.3% છે, જે કંઝમ્પશન માપવાનો સ્કેલ છે. 2015માં 8.5% ના દરના આધારે પેન્શનર્સની વ્યાજમાંથી વાર્ષિક આવક 28,370 રૂપિયા હતી. ત્યારે, હાલનો દર 6.75% છે, જેના કારણે તેમને મળતા વાર્ષિક વ્યાજની રકમ 22,545 રૂપિયા થઈ ગઈ છે. આને લીધે વાર્ષિક રૂ .5,845નું નુકસાન થયું છે. ડિપોઝીટ રેટમાં 1 ટકા સુધીનો ઘટાડો હાલમાં, નીચો વ્યાજ દરનો દોર ચાલી રહ્યો છે.

પોલિસી રેટમાં સતત પાંચ વખત ઘટાડો

રિઝર્વ બેંકે વૃદ્ધિ વધારવા માટે રેપો રેટ એટલે કે પોલિસી રેટમાં સતત પાંચ વખત ઘટાડો કર્યો છે. ફુગાવો પણ લાંબા સમયથી નીચા સ્તરે રહ્યો છે. આથી પેન્શનરોના વાસ્તવિક માસિક વળતરને આંચકો લાગ્યો છે. રિઝર્વ બેંકે આ વર્ષે ફેબ્રુઆરી પછી પોલિસી રેટ 1.35 ટકાથી ઘટાડીને 5.15 ટકા કર્યો છે. આ સમયગાળા દરમિયાન, મોટાભાગની બેન્કોએ ડિપોઝિટ રેટમાં સરેરાશ 1 ટકાનો ઘટાડો કર્યો છે.

ટેક્સ ફ્રી હોવી જોઈએ SCSS?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ના અભ્યાસમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (એસસીએસએસ)ને સંપૂર્ણ રીતે કરમુક્ત બનાવવાના વિચારને ટેકો આપ્યો છે. વરિષ્ઠ નાગરિકો આ યોજના હેઠળ 15 લાખ રૂપિયા સુધી જમા કરી શકે છે. આનો હાલનો વ્યાજ દર 8.6 ટકા છે. રિપોર્ટ અનુસાર, જો કે, એસસીએસએસ તરફથી મળેલ વ્યાજ સંપૂર્ણ રીતે કરપાત્ર છે, જે એક મોટો આંચકો છે. સૌથી મોટો સવાલ પાંચ વર્ષ માટે એક લાખ રૂપિયા જમા કરાવવા પર તમને લગભગ 51 હજાર રૂપિયા મળે છે. તેના પર ટેક્સ ભરવો પડે છે. એસબીઆઈના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર સૌમ્યા કાંતિ ઘોષે કહ્યું, દેશમાં ઓછામાં ઓછા 4 કરોડ વરિષ્ઠ નાગરિકોના ખાતામાં સરેરાશ થાપણોની રકમ 3.34 લાખ રૂપિયા હોઈ શકે છે. ઘટતા વ્યાજ દરના આ યુગમાં, ડિપોઝીટર્સ અને બોરોઅર્સ બન્નેના હિતોનું એક સાથે એક જેવો વ્યવહાર વાજબી છે.

Related posts

પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

Nilesh Jethva

બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

Nilesh Jethva

સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!