GSTV

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Last Updated on September 23, 2021 by Vishvesh Dave

કેન્દ્ર સરકારના પેન્શનરોને હવે વાર્ષિક જીવન પ્રમાણપત્ર આપવા માટે વધારે મહેનત કરવી પડશે નહીં. સરકારે અધિકારીઓને તેમને જગ્યાએ જગ્યાએ નિયુક્ત કર્યા છે જેથી તેઓ પેન્શનરનું જીવન પ્રમાણપત્ર રેકોર્ડ કરી શકે. એટલે કે, જો પેન્શનર અથવા ફેમિલી પેન્શનર જો બેંક, ટ્રેઝરી, પોસ્ટ ઓફિસ અથવા અન્ય કોઇ સરકારી કેન્દ્રની મુલાકાત લઈને પ્રમાણપત્ર આપે છે, તો તે સ્વીકારવામાં આવશે. તેનાથી તેનું પેન્શન બંધ નહીં થાય.

મોંઘવારી

અન્ડર સેક્રેટરી રાજેશ કુમારના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓ જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે બેંકનો સંપર્ક કરે છે. જેના કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે સરકારે ઘણા વધુ કેન્દ્રો શરૂ કર્યા છે, જ્યાં તમે તમારું પ્રમાણપત્ર આપી શકો છો.

અહીં જીવન પ્રમાણપત્ર રેકોર્ડ કરો

પેન્શન ડિસબર્સિંગ બેંકો (PDAs) એટલે કે જે બેંકમાં તમારું પેન્શન આવે છે, ત્યાં તમે મેનેજર અથવા અન્ય કોઈ કર્મચારીને તમારું જીવન પ્રમાણપત્ર આપી શકો છો.

જો તમે લાઇફ સર્ટિફિકેટ ફોર્મ ભરીને મોકલો છો, તો આમ કરવાથી તમારે બેંક અથવા તે ઓફિસમાં જાતે જવું પડશે નહીં. જો સંબંધિત અધિકારી તે ફોર્મ પર સહી કરશે, તો તે સ્વીકારવામાં આવશે.

પેન્શનરો Jeevan Pramaan Portal દ્વારા ઓનલાઈન લાઇફ સર્ટિફિકેટ પણ સબમિટ કરી શકે છે. https://youtu.be/nNMIkTYqTF8 આ લિંક પર પ્રમાણપત્ર સબમિટ કરવાની પદ્ધતિ આપવામાં આવી છે.

આ સિવાય ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ ઘરે બેઠા લાઇફ સર્ટિફિકેટ લેવાની સેવા શરૂ કરી છે. પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક આ કામમાં મદદ કરી રહ્યા છે. આ સેવાનો લાભ લેવા માટે, તમે Google Play store પરથી Postinfo APP ડાઉનલોડ કરી શકો છો. https://youtu.be/cERWM_U7g54 એપ કેવી રીતે કામ કરશે તે આ લિંક પર આપવામાં આવ્યું છે.

લિવિંગ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે, સરકાર 12 જાહેર ક્ષેત્રની બેંકોને સામેલ કરી રહી છે, જે 100 મુખ્ય શહેરોમાં ઘરે બેઠા આ સેવા પૂરી પાડશે. આ બેન્કો ડોર સ્ટેપ સેવા શરૂ કરશે. પેન્શનર ડોરસ્ટેપ બેન્કિંગ (DSB) મોબાઇલ એપ, https://doorstepbanks.com/ અને https://dsb.imfast.co.in/doorstep/login અથવા ટોલ ફ્રી નંબર:- 18001213721, 18001037188 દ્વારા સેવા મળશે.

વધુ સમય મળ્યો

તમને જણાવી દઈએ કે સરકારે આ વખતે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ રજૂ કરવા માટે પેન્શનરને વધુ સમય આપવાની જાહેરાત કરી છે. સરકાર આ પ્રક્રિયા એક મહિના પહેલા શરૂ કરી રહી છે. હવે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણ પત્ર) 1 લી ઓક્ટોબરથી જમા કરાશે.

1 લી ઓક્ટોબરથી પ્રમાણપત્ર

પોસ્ટ વિભાગના આદેશ અનુસાર, આ વર્ષે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ 1 ઓક્ટોબર 2021 થી સબમિટ કરવાનું શરૂ થશે. પેન્શનરો અહીં બે મહિના માટે તેમના પ્રમાણપત્રો રજૂ કરી શકશે. 1 ઓક્ટોબરથી, 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરો પોતાનું જીવન પ્રમાણપત્ર આપી શકે છે. તેઓએ તેને પોસ્ટ ઓફિસના Jeevan Pramaan Centreમાં જમા કરાવવું પડશે અથવા ઓનલાઈન સેવા પણ લઈ શકશે.

Jeevan Pramaan Centre શું છે

Jeevan Pramaan Centre પેન્શનરોની સગવડ માટે, તમામ પોસ્ટ ઓફિસ હેડક્વાર્ટરમાં ખોલવામાં આવ્યા છે. તેમની સહાયથી, પેન્શનરો તેમના જીવન પ્રમાણપત્ર રેકોર્ડ કરાવતા હતા. જેથી તેનું પેન્શન આવતું રહે છે. 80 વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો 1 નવેમ્બર 2021 થી 30 નવેમ્બર 2021 વચ્ચે તેમનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપી શકશે.

ALSO READ

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!