GSTV

મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, દર મહિને ઘરે બેઠા આવશે પૈસા ! આ છે અરજી કરવાની રીત

કેન્દ્ર સરકાર એવાં લોકો માટે એક ખાસ પેન્શન સ્કીમ રજૂ કરી છે, જેમની પાસે નોકરી નથી. અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટરનાં લોકો માટે મોદી સરકારની આ ખાસ સ્કીમનું લક્ષ્ય છેકે, એવા લોકોને આ પેન્શન મળી શકે કે જેઓ ઓર્ગેનાઈઝ્ડ સેક્ટરમાં નોકરી કરતાં નથી. મોદી સરકારની આ ખાસ પેન્શન સ્કીમમાં જીવનભર દર મહિને 3000 હજાર રૂપિયાની ફિક્સ્ડ ઈનકમ સુનિશ્ચિત થઈ શકે છે.

NPS ટ્રેડર્સ સ્કીમનો લાભ કોણ લઈ શકે છે

આ સ્કીમને રિટેલ ટ્રેડર્સ, દુકાનદાર અને સેલ્ફ એમ્પલોઈડ લોકો સબ્સક્રાઈબ કરી શકે છે. સેલ્ફ એમ્પલોઈડ લોકોમાં દુકાનનાં માલિક, રિટેલ ટ્રેડર્સ, ચોખા અને તેલનાં માલિક, કમીશન એજન્ટ, રિયલ એસ્ટેટ બ્રોકર્સ, નાના હોટલનાં માલિક, રેસ્ટોરન્ટનાં માલિક અને નાના વેપારીઓ પણ સબ્સક્રાઈબ કરી શકે છે.

કોણ NPS ટ્રેડર્સ સ્કીમનો લાભ ન લઈ શકે

જે લોકો એનપીએસ સ્કીમ અથવા એમ્પલોઈ પ્રોવિડન્ડ ફંડ એટલેકે, EPS, ESIC અને ઈનકમ ટેક્સ (Income Tax) હેઠળ આવતા લોકો આ મોદી સરકારની એનપીએસ ટ્રેડર્સ સ્કીમનો લાભ લઈ શકશે નહી. સરકારની આ સ્કીમ તે લોકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય રૂપથી સુરક્ષિત કરવાને લઈને છે. જે રિટેલ ટ્રેડર્સ, દુકાનદાર અથવા સેલ્ફ એમ્પલોઈડ છે.

કેવી રીતે કામ કરે છે NPS ટ્રેડર્સ સ્કીમ

આ એક પ્રકારની સ્વૈચ્છિક પેન્શન યોજના છે, જેનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિ 60 વર્ષની વય પછી પેન્શન મેળવવા માંગે છે, તો તે આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે અને તેમાં ફાળો આપી શકે છે. દર મહિને આ યોજનામાં કેટલું યોગદાન આપવું તે અરજદારની ઉંમર પર આધારીત છે. સરકાર પણ આ યોજના હેઠળ ગ્રાહકોના ખાતામાં ફાળો આપશે. 60 વર્ષની વય પછી, ગ્રાહક દર મહિને ઓછામાં ઓછી 3,000 રૂપિયા પેન્શન મેળવવાનો હકદાર રહેશે. જો ગ્રાહક મરી જાય છે, તો તેના જીવનસાથીને આનો 50 ટકા એટલે કે આજીવન દર મહિને 1,500 રૂપિયા મળશે.

ધારો કે બે લોકોએ આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કર્યું છે. એક વ્યક્તિની ઉંમર 25 વર્ષ છે અને બીજો 35 વર્ષનો છે. એનપીએસ ટ્રેડર્સ ચાર્ટ મુજબ, 25 વર્ષની વ્યક્તિએ દર મહિને 80 રૂપિયા ફાળો આપવો પડશે. તે જ સમયે, 35 વર્ષના લોકોએ દર મહિને 150 રૂપિયા ફાળો આપવો પડશે. સરકાર પણ સમાન રકમ ગ્રાહકના નામે જમા કરશે. આ યોગદાન 60 વર્ષની વય સુધીનું રહેશે. 60 વર્ષની વય પછી, બંને લોકોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળશે.

કેવી રીતે જોડાઈ શકો છો આ યોજનામાં

આ યોજના માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. અરજદાર પાસે ફક્ત એક જ બેંક ખાતું અને આધારકાર્ડ હોવું જોઈએ. દેશભરમાં લગભગ સેવા કેન્દ્રો છે. એનપીએસ ટ્રેડર્સ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિઆમાંથી કોઈપણ કેન્દ્ર પર અરજી કરી શકે છે.

READ ALSO

Related posts

પૂર્વ CM કેશુભાઈ પટેલનાં અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે

Mansi Patel

ગુજરાતના પ્રથમ ભાજપા મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના કદાવર નેતા કેશુભાઈ પટેલની આ છે 60 વર્ષની રાજકીય કારકિર્દી

Karan

ગુજરાતનાં પૂર્વ CMનું નિધન થતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજે તમામ જાહેરસભા અને પ્રચાર કાર્યો રાખ્યા બંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!