GSTV

આ સરકારી સ્કીમમાં રોકાણ કરતા લોકો ઉપર નહી લાગે આ બે ટેક્સ, થશે વધારે ફાયદો

જો તમે સ્ટોક્સમાં સીધા અથવા તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરો છો તો તમારે બે ટેક્સ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્ચૂશન ટેક્સ આપવો પડશે. પરંતુ જો તમે સરકારી પેન્શન નેશનલ પેન્શન સ્કીમ દ્વારા સ્ટોક્સમાં રોકાણ કરો છો તો તમને આ બંને ટેક્સ લાગશે નહી. અને આ બંને ટેક્સ ન લાગવાને કારણે તમને વધારે ફાયદો થઈ શકે છે.

NPS દ્વારા ઈક્વિટીમાં રોકાણની સીમા

NPS દ્વારા ઈક્વિટીમાં રોકાણની સીમા નક્કી છે. 50 વર્ષ કરતાં ઓછી ઉંમરનાં રોકાણકારોને NPS દ્વારા ઈક્વિટીમાં 75 ટકા રોકાણ કરવાની અનુમતિ છે. 50 વર્ષથી વધારે ઉંમરનાં રોકાણકારો દર વર્ષે ઈક્વિટીમાં રોકાણ 2.5 ટકા ઓછું થઈ રહ્યુ છે. અને 60 વર્ષની ઉંમરે જ્યારે ખાતું મેચ્યોર થાય છે તો તે સમયે આ 50 ટકા સુધી પહોંચી જાય છે. ડિસેમ્બર 2018માં જાહેર થયેલાં નવા નિયમો મુજબ સરકારી કર્મચારી પણ NPSમાં પોતાના 50 ટકા કોપર્સ જ ઈક્વિટીમાં રોકાણ કરી શકે છે. ઈક્વિટીમાં NPS રોકાણ ફક્ત પેન્શન ફંડનાં માધ્યમથી જ કરવામાં આવે છે, પરંતુ આ NPS ટ્રસ્ટ છે જે સબ્સક્રાઈબર્સ તરફથી રોકાણ કરે છે. NPS ટ્રસ્ટને STT અને DDT બંનેની ચૂકવણી કરવાની છૂટ છે. તેનાંથી સબ્સ્ક્રાઈબર્સને ફાયદો થાય છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ પણ ટ્ર્સ્ટના રૂપમાં સ્ટ્રક્ચર્ડ છે. પરંતુ તે આ પ્રકારની છૂટનો ફાયદો લેતા નથી.

STT કેટલો લાગે છે?

સિક્યોરિટીઝ ટ્રાંઝેક્શન ટેક્સ (એસટીટી) ટ્રાંઝેક્શન વેલ્યુનો 0.1% લે છે. જો તમે 2 લાખ રૂપિયાના શેર ખરીદો અથવા વેચો, તો તમારે 200 રૂપિયા એસટીટી ચૂકવવો પડશે. જો તમારું મ્યુચ્યુઅલ ફંડ શેર ખરીદે છે અથવા વેચે છે, તો આ નાણાં નેટ એસેટ વેલ્યુ (એનએવી) માંથી કાપવામાં આવે છે. એનપીએસમાં આવું થતું નથી

DDT શું છે?

જો કોઈ કંપની ડિવિડન્ડ ચૂકવે છે, તો 20.56 ટકા (સરચાર્જ અને સેસ સહિત) ડીડીટી લાગે છે. ઉદાહરણ દ્વારા સમજો – જો કોઈ કંપની 10,000 રૂપિયાના ડિવિડન્ડ ચૂકવે છે, તો 2,035 રૂપિયાની ડીડીટી કાપવામાં આવશે અને તમને ફક્ત 7,965 રૂપિયા મળશે. મ્યુચ્યુઅલ ફંડના કિસ્સામાં પણ આ લાગુ થશે. જો કે, એનપીએસના કિસ્સામાં, તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં અને આખું ડિવિડન્ડ 10,000 રૂપિયા તમારા ખાતામાં જમા કરવામાં આવશે.

60% રોકડ ઉપાડ ટેક્સ ફ્રી

હવે NPSમાં રોકાણ કરવા પર પહેલાં કરતાં વધારે ફાયદો મળશે. NPSથી મેચ્યોરિટી બાદ હવે 40ની જગ્યાએ 60 ટકા રોકડ રકમ ઉપાડી શકો છો.

કેવી રીતે ખોલાવશો ખાતું

સરકારે યોજના માટે એનપીએસમાં જાહેર અને ખાનગી બેંકોને હાજરી આપી હતી. તમે નજીકની કોઈપણ બેંક શાખામાં જઈને ખાતું ખોલી શકો છો. આ માટે તમારે બર્થ સર્ટિફિકેટ, 10માં ધોરણની ડિગ્રી, એડ્રેસ પ્રૂફ અને આઈ-કાર્ડની જરૂર છે. નોંધણી ફોર્મ બેંક પાસેથી મળી જશે.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!