GSTV
Business India News Trending

Demand Pension Hike: પોતાની જ સરકાર વિરુદ્ધમાં ન્યૂનત્તમ પેન્શન 1000થી વધારીને 5,000 કરવાની માગ, EPFO કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન

EPFO

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મજૂર સંગઠન ભારતીય મજૂર સંગઠને પોતાની સરકાર વિરુદ્ધ મોટું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીએમએસ ન્યૂનત્તમ પેન્શનને 1,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા દર મહિને કરવાની માગને લઈને આજે 20 જાન્યુઆરીએ ઈપીએફઓની ઓફિસ બહાર પ્રદર્શન કરી રહ્યા છે.

કામ

BMSના જણાવ્યા અનુસાર 20 જાન્યુઆરકી 2022ના સેન્ટ્રલ ટ્રેડ યુનિયને તમામ ઈપીએફ 95 પેન્શનર્સને લઈને ઈપીએફઓ ઓફિસ બહાર પ્રદર્શન કરશે, પછી નાણામંત્રી નિર્મલા સીતારમણને આવેદન સોંપશે. બીએમએસનું કહેવું છે કે, ઈપીએફઓની ઈપીએફ 95 અંતર્ગત પેન્શન એક મોટો મુદ્દો બની ચુક્યો છે. જે 65 લાખ પેંસનર્સને પ્રભાવિત કરે છે. કોરોના મહામારી દરમિયાન આજીવન કામ કરનારા લોકોને ફક્ત 1000 રૂપિયા પેન્શન મળે છે. આ એક નિરાશ્રિત પેન્શનથી પણ ઓછું છે. એટલા માટે ઈપીએફ 95 અંતર્ગત ન્યૂનત્તમ પેન્શન હાલનું 1000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 5000 રૂપિયા પ્રતિ માસ થવું જોઈએ.

બિઝનેસ

BMSનું કહેવું છે કે, ન્યૂનત્તમ પેન્શનમાં વધારાના કોઈ પણ નિર્ણયનો લાભ તમામ 65 લાખ પેન્શનર્સને મળવો જોઈએ. ગત વખતે જ્યારે પેન્શન વધ્યું ત્યારે 44 લાખ પેન્સનર્સમાંથી ફક્ત 14 લાખ પેંશનધારકોને તેનો ફાયદો મળ્યો હતો. બીએમએસ મુજબ શ્રમમંત્રાલયના સૈદ્ધાંતિક તરીકે ઈપીએસ 95 પેન્શનર્સ આયુષ્યમાન ભારત મેડિકલ સ્કીમ અંતર્ગત કરવાની મંજૂરી આપી દીધી ગતી. કારણ કે, ઓછા પેન્શન અંતર્ગત ચાલતા આ પેન્શનધારકો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર કરાવી શકતા નથી. બીએમએસનું કહેવું છે કે, સરકારને આવા યુનિવર્સિલ પેન્શન સ્કીમ તૈયાર કરવી જોઈએ જેમાં અંતિમ વેતનનો 50 ટકા પેન્શન મળે. બીએમએસે પોતાની આ માગને નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથએ બજેટ પૂર્વ બેઠકમાં 18 ડિસેમ્બર 2021ના રોજ ઉઠાવી હતી.

READ ALSO

Related posts

દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ

Damini Patel

શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય

Hemal Vegda

મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ

Karan
GSTV