GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ચેક બાઉન્સ થયો છે તો બેંકો વસૂલે છે અા ચાર્જ, થઈ શકે છે 2 વર્ષની જેલ

 કેટલાક લોકો બેલેન્સથી વધુનો ચેક આપી દે છે.  આવા લોકોનો ચેક બાઉન્સ કરવામાં આવે છે. ચેક બાઉન્સ થાય તો દંડ તેમજ સજાની પણ જોગવાઈ છે. આ કારણ છે કે જો તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો, તો તમારે તેના માટે વિશેષ સાવધાનીની જરૂરથી રાખવી જોઈએ. આજે, અમે તમને કહીશું કે, કઈ બેંક ચેક બાઉન્સ થવા પર કેટલો દંડ લગાવે છે. ભારતના નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881માં સુધારા પછી, કલમ 138 હેઠળ ચેક બાઉન્સ થવા પર 2 વર્ષની જેલ અથવા ચેકમાં ભરેલી રકમથી બમણો દંડ કે બંને ફટકારવામાં આવી શકે છે. આના હેઠળ, જો અપૂરતી બેલેન્સને કારણે ચેક બાઉન્સ થાય તો કેસ ફાઇલ કરી શકાય છે. જોકે, બિન-નાણાકીય કારણોસર કોઈ કેસ થતો નથી.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) :ભારતીય સ્ટેટ બેંક ચેક બાઉન્સ થવા પર 500 રૂપિયા તેમજ જીએસટી વસુલે છે. જો કોઈ તકનીકી ખામીને લીધે ચેક રિટર્ન થયો હોય, તો બેંક 150 રૂપિયા અને જીએસટીનો ચાર્જ લે છે. જો આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ ગ્રાહકની ભૂલ ન હોય તો બેંક કોઈપણ ચાર્જ વસૂલ કરશે નહીં.

બેંક ઓફ બરોડા : બેંક ઑફ બરોડામાં 1 લાખ રૂપિયા સુધીના ચેક નાણાકીય કારણોસર રિટર્ન થવા પર 250 રૂપિયા, 1 લાખથી 1 કરોડ સુધીના ચેક માટે 750  રૂપિયા ચાર્જ વસુલવામાં આવે છે. આ સાથે જ બિન-નાણાકીય કારણોસર ચેક રિટર્ન પર 250 રૂપિયાનો ચાર્જ છે.

ICICI બેંક : આઈસીઆઈસીઆઈ બેંકમાં આ ચાર્જ અલગ અલગ છે. સ્થાનિક વિસ્તાર અનુસાર, આઈસીઆઈસીઆઈ બ્રાન્ચમાં છે કે મોકલવા પર મહિનામાં 1 ચેક રિટર્ન થવા પર  રૂ. 350નો ચાર્જ, ઓછા બેલેન્સને કારણે 1થી વધુ ચેક રિટર્ન થવા પર ચેક દીઠ 750 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવે છે. હસ્તાક્ષર ચકાસણી સિવાયના અન્ય નાણાંકીય કારણોસર, ચેક વળતર માટે ચાર્જ 50 રૂપિયા છે. અન્ય બેંકોને ચેક મોકલવાના આવે તો બેલેન્સ ઓછું હોવા પર ચેક રિટર્ન થાય તો ચેક દીઠ 100 રૂપિયાનો ચાર્જ અને આઉટ સ્ટેશનના કિસ્સામાં આ ચાર્જ 150 રૂપિયા અને અન્ય બેંકનો ચાર્જ વસુલવામાં આવે છે.

HDFC બેંક : એચડીએફસી બેંક પાસે ઓછા બેલેન્સને કારણે ચેક બાઉન્સ માટે 500 રૂપિયાનો દંડ છે. ફંડ ટ્રાન્સફરને લઈને ચેક રિટર્ન થવા પર 350 રૂપિયા ચાર્જ અને ટેકનિકલ કારણોસર ચેક રિટર્ન થાય તો 50 રૂપિયા ચાર્જ વસુલવામાં આવે છે.

Related posts

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

ઓ બાપ રે… અમેરિકામાં 24 કલાકમાં નવા 19 હજાર કેસ અને 700નાં મોત, 62 હજાર તબીબો પોઝિટીવ

Ankita Trada

મફતમાં જમીનો મેળવનાર હોસ્પિટલો કોરોનામાં દર્દીઓની મફતમાં સારવાર કરે, સરકાર પાસે સુપ્રીમે માગ્યુ લિસ્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!