GSTV
India News Trending

ક્રેડિટ કાર્ડની મુદત પૂરી થયા પછી પણ મોકલાયું બિલ, લગાવાયો દંડ, જાણો શું છે નિયમો?

ક્રેડિટ કાર્ડ એક્સપાયર થઇ ગયું હોવા છતાં બિલ મોકલવા તથા ચાર્જિસ ન ભરવાને કારણે બ્લેકલિસ્ટ કરવા બદલ દિલ્હીની કન્ઝયુમર ફોરમે એસબીઆઇ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડને બે લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ન્યૂ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ ફોરમના પ્રમુખ મોનિકા એ શ્રીવાસ્તવ, સભ્ય કિરણ કૌસલ અને ઉમેશકુમાર ત્યાગીએ પૂર્વ પત્રકાર એમ જે એન્થનીને દંડની રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે.

ફોરમે વધુમાં નોંધ્યું હતું કે કંપનીએ તેને સિબિલ સિસ્ટમમાં પણ બ્લેકલિસ્ટ કર્યો હતો. જેના કારણે તેને અન્ય કંપનીનું ક્રેડિટ કાર્ડ પણ મળી શકતું ન હતું.

ફોરમે જણાવ્યું હતું કે કમિશનનું માનવું છે કે એસબીઆઇ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ફરિયાદકર્તાને સેવા આપવામાં નિષ્ફળ રહી છે. ક્રેડિટ રેટિંગ ખરાબ કરવા બદલ કંપની સામે દંડાત્મક કાર્યવાહી જરૃર હતી.

જેના કારણે એસબીઆઇ કાર્ડને બે મહિનાની અંદર બે લાખ રૃપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે એન્થનીએ કાર્ડની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ એપ્રિલ, ૨૦૧૬માં કંપનીને કાર્ડ કેન્સલ કરી નવું કાર્ડ રિન્યુ ન કરવાની વિનંતી કરી હતી. તેમણે ૯ એપ્રિલ, ૨૦૧૬ પછી કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો અને નિયમો મુજબ કાર્ડનો નાશ કરી દીધો હતો. જો કે ત્યારબાદ પણ કંપની દ્વારા તેને બિલ મોકલવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV