GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ખાલી સ્ટેડિયમમાં પુતળાના સ્થાને સેક્સ ડોલ મૂકાતાં હો હા, દંડ ફટકારાયો

દક્ષિણ કોરિયાના ખાલી સ્ટેડિયમમાં યોજાયેલી ફૂટબોલ મેચ દરમિયાન મુલાકાતીઓની ગેલેરીમાં ખાલી બેઠકો ભરવા માટે ‘સેક્સ ડોલ’ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્સ ડોલ્સ પ્રેક્ષકોના સ્ટેન્ડમાં ખુરશીઓ પર બેઠેલી જોવા મળી હતી. એફસી સિઓલ ખાતે ગત રવિવારની મેચ દરમિયાન કોરોના વાયરસને કારણે સ્ટેડિયમમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ હતો. તેથી દર્શકોને આકર્ષવા માટે સેક્સ ડોલને દર્શક ગેલેરીમાં રાખવામાં આવી હતી. તેણે ટીશર્ટ પહેરી હતી. એટલું જ નહીં, તેમના હાથમાં પ્લેકાર્ડ પણ હતા, જેના પર ‘સેક્સ-ટોય’ વેચનારનો લોગો પણ હતો.

સમિતિએ ક્લબ પર રેકોર્ડ દંડ ફટકાર્યો

આ ઘટના બાદ અધિકારીઓની સમિતિએ ક્લબ પર રેકોર્ડ દંડ ફટકાર્યો હતો. તેઓને 100 મિલિયન વીન (લગભગ 81 હજાર ડોલર) કે 62 લાખ 17 હજાર રૂપિયા થાય છે. દેશના ટોચના લીગ અધિકારીઓએ કહ્યું કે આ ફૂટબોલ ક્લબે મહિલા પ્રશંસકોનું અપમાન કર્યું છે.

ક્લબે માફી માગી લીધી

આ પગલાની આકરી ટીકા થઈ હતી. લોકોએ તેને સોશિયલ મીડિયા પર પણ લીધા હતા. બાદમાં ક્લબ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સપ્લાયર દ્વારા ભૂલ કરવામાં આવી હતી. પુતળાઓ માંગાવવામાં આવ્યા હતા પણ બદલામાં, સેક્સ ડોલ્સ આપવામાં આવી હતી. ક્લબે માફી માંગી છે, કે તે અજાણતાં થયું. જે બન્યું તે ફરીથી ન થવું જોઈએ, અમે તેના માટે માફી માંગીએ છીએ.

માફીનામું ક્લબના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ મૂકવામાં આવી છે. ક્લબે પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર માફી માંગી હતી કે અમે લીગની 17 મી મેચ દરમિયાન થયેલી ભૂલ બદલ ચાહકોની માફી માંગીએ છીએ. અત્યારે આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. દક્ષિણ કોરિયાની ટોચની ફૂટબોલ ચેમ્પિયનશીપ શરૂ થઈ ગઈ છે. આ અગાઉ 29 ફેબ્રુઆરીએ શરૂ થવાનું હતું, પરંતુ કોરોના વાયરસને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી.

Related posts

લોકડાઉન : આ ટ્રસ્ટ હસ્તકના 40થી વધુ મંદીરો ખુલવાની શક્યતા

Nilesh Jethva

1.0માં વિકાસ ચાલ્યો અને 2.0માં મોદીએ લોકોને આત્મનિર્ભર બનાવ્યા, આ 5 મૂળમંત્રો પર ચાલી સરકાર

Arohi

કોરોનાના ફફડાટ વચ્ચે આવી એક ખુશખબર, આ મહિનાના અંતમાં બની જશે રસી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!