GSTV

પેગાસસ: જાસૂસી કાંડનું બીજૂ લિસ્ટ પણ આવી ગયું, CBIના અધિકારી, અંબાણી પરિવાર, સહિત આટલા લોકો પર હતો ટાર્ગેટ

Last Updated on July 24, 2021 by Pravin Makwana

પેગાસસ જાસૂસી કાંડમાં ગુરૂવારે ફરી એક બીજા નામોની યાદી સામે આવી છે. આ લિસ્ટમાં સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્મા અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નામ પણ શામેલ છે. આ ઉપરાંત વર્માના કાર્યકાળ દરમિયાન જોઈન્ટ ડિરેક્ટર રહેલા રાકેશ અસ્થાના અને સીબીઆઈના અધિકારી એકે શર્માના નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. આ ઉપરાંત તિબ્બતી ધર્મગુરૂ દલાઈ લામાથી સંબંધિત લોકો અને રિલાયન્સ એમડી ગ્રુપના એક વરિષ્ઠ અધિકારીને ફોનને કથિત રીતે હૈક કર્યા હોવાની શંકા છે.

સીબીઆઈના અધિકારીઓ

દ વાયરના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આલોક વર્મા, રાકેશ અસ્થાના અને એકે શર્માની સાથે સાથે તેમના પરિવારના લોકો અને નજીકના સંબંધીઓના નંબર પણ આ ડેટાબેસમાં શામેલ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આલોક વર્માના સીબીઆઈ ડાયરેક્ટરના પદેથી હટાવ્યા બાદનો ફોન નંબર શામેલ છે. સાથે જ તેમની પત્નિનો પર્સનલ નંબર, દિકરી અને જમાઈનો ફોન નંબર પણ શામેલ છે.

અનિલ અંબાણી અને રિલાયંસના અધિકારી

આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જે ફોન નંબરો અનિલ અંબાણી અને રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપના અન્ય એક વરિષ્ઠ અધિકારી Tony Jesudasan અને તેમની પત્નીના નંબરનો પણ ઉપયોગ કર્યો, તે પણ આ લિસ્ટમાં શામેલ છે. આ નંબર રાફેલ વિમાનને લઈને ઉઠેલા વિવાદ સમયનો છે.

રાફેલ સાથે જોડાયેલા અધિકારીઓ

સાથે જ તેમા ડિફેન્સ અને એરોસ્પેસ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય કેટલાય મોટો લોકોના નામ શામેલ છે. તેમાં Dassault Aviationના પ્રતિનિધિ વેંકટ રાવ પોસિના, Saab Indiaના હેડ ઈંદ્રજિત સિયાલ, બોઈંગ ઈન્ડિયાના પ્રમુખ પ્રત્યુષ કુમારના નંબર પણ 2018થી 2019ની વચ્ચે અલગ અલગ સમયે લીક કરેલા ડેટાબેસ શામેલ છે.

ધર્મગુરૂ દલાઈ લામાના નજીકના લોકોના નામ

તો વળી અન્ય એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ધર્મ ગુરૂ દલાઈ લામાના નજીકના લોકોના નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. દલાઈ લામાના મુખ્ય સલાહકારોના નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. તેમાં દિલ્હીમાં લાંબા સમયથી તેમના પ્રતિનિધિ ટેમ્પા સેરીંગ અને તેમના વરિષ્ઠ સહયોગીઓ છિમેય રિગઝએનનું નામ પણ શામેલ છે. આ ઉપરાંત આ લિસ્ટમાં દલાઈ લામાના ઉત્તરાધિકારીની ચૂંટણી કરવા માટે બનાવલા એક ટ્રસ્ટના હેડ સમધોંગ રિંપોચેનું નામ પણ શામેલ છે.

ફ્રાન્સની કંપની એનર્જી ઈડીએફના પ્રમુખ હરમનજીત નેગીનો ફોન નંબર પણ લીક આંકડામાં શામેલ છે. આ સમય દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુએલ મેક્રાંની ભારત યાત્રા દરમિયાન અધિકારિક પ્રતિનિધિમંડળમાં શામેલ હતાં.

આ નામ પણ છે શામેલ

સાથે જ રિપોર્ટ અનુસાર આ લિસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, પોલિટિકલ એનાલિસ્ટ પ્રશાંત કિશોર અને પૂર્વ ચૂંટણી કમિશ્નર અશોક લવાસાના ફોન નંબર પણ શામેલ છે.

READ ALSO

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!