GSTV

પેગાસસનું ભૂત ધણધણ્યું: સરકાર જાસૂસી કાંડ મુદ્દે ચર્ચા કરવા નથી ઈચ્છતી, વિપક્ષના અવાજને સંસદમાં દબાવવામાં આવ્યો!

Last Updated on July 28, 2021 by pratik shah

પેગાસસ જાસૂસી વિવાદ, કૃષિ કાયદાઓ સહિત ઘણા મુદ્દે સંસદના બંને ગૃહોમાં હંગામો થઈ રહ્યો છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા બુધવારે વિપક્ષી દળોએ બેઠક કરી હતી. જેમાં 14 જેટલા વિપક્ષી દળના નેતા સામેલ થયા હતા. આ બેઠક બાદ રાહુલ ગાંધી સહિતના વિપક્ષી દળના નેતાઓએ મીડિયાને સંબોધતા કહ્યું કે,‘ વિપક્ષના અવાજને સંસદમાં દબાવવામાં આવી રહ્યો છે. અમારો કેન્દ્ર સરકારને માત્ર એક જ સવાલ છે કે, દેશની સરકારે પેગાસસ સ્પાઈવેર ખરીદ્યું હતું કે નહીં.. શું સરકારે પોતાના દેશના લોકો પર પેગાસસ હથિયારનો ઉપયોગ કર્યો હતો કે નહીં.

  • પેગાસસ સહિતના મુદ્દે વિપક્ષી દળના સાંસદોની બેઠક
  • સરકાર પેગાસસ મુદ્દે ચર્ચા કરવા માંગતી નથી: રાહુલ
  • વડાપ્રધાને મારા ફોનમાં નાંખ્યું પેગાસસ હથિયાર: રાહુલ
  • આતંકી વિરુ્દ્ધના હથિયારનો અમારી પર કર્યો પ્રયોગ

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે,‘દેશમાં મારી વિરુદ્ધ, સુપ્રીમ કોર્ટના જજ, પત્રકારો અને અન્ય લોકો વિરુદ્ધ પેગાસસ હથિયારનો ઉપયોગ કર્યો. સરકાર એ વાતનો જવાબ આપે કે તેમણે આ કામ શા માટે કર્યું. સરકાર આ વાતનો જવાબ આપે. અમે સંસદની કાર્યવાહી નથી અટકાવી રહ્યાં પરંતુ અમે અમારો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. જે હથિયારનો ઉપયોગ આતંકવાદીઓ વિરુદ્ધ થવો જોઈએ, તે હથિયાર અમારી વિરુદ્ધ શા માટે વાપરી રહી છે.

સરકાર પેગાસસ ખરીદી મુદ્દે કેન્દ્રએ જવાબ આપવો જ પડશે.’ આ દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતે વિપક્ષી દળોના સાંસદોની બેઠક બાદ કહ્યું કે,‘વિપક્ષ રાષ્ટ્રીય સુરક્ષા અને કૃષિ કાયદાઓ મુદ્દે એકજુટ છે અને રહેશે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!