GSTV
Gujarat Government Advertisement

ઉત્તમ તક / માત્ર 25 હજાર રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ! માસિક 3 લાખ રૂપિયાની થશે કમાણી, સરકાર આપશે 50 ટકા સબ્સિડી

Last Updated on May 12, 2021 by Bansari

શુ તમે ઓછા રૂપિયા ખર્ચ કરી વેપાર શરૂ કરવા માંગો છો? તો આજે અમે તમને એક ખાસ બિઝનેસ આઇડિયા વિશે જણાવીશું. જેને શરૂ કરી તમે સારી કમાણી કરી શકો છે. તેની ખાસ વાત એ છે કે તેમાં સરકાર દ્વારા 50 ટકા સુધીની સબ્સિડી પણ મળે છે. ઉલ્લેખનીય છે કે હાલ મોતીની ખેતી (Pearl farming) પર લોકો ફોકસ કરી રહ્યા છે. તેની ખેતી કરી લકો લખપતિ બની ચુક્યા છે. તો ચાલો જાણીએ આ વેપાર કેવી રીતે શરૂ કરી શકાય છે.

મોતીની ખેતી માટે કઇ વસ્તુની જરૂર પડશે?

મોતીની ખેતી માટે એક તળાવ, છીપ (જેનાથી મોતી તૈયાર થાય છે) અને ટ્રેનિંગ, આ ત્રણ વસ્તુની જરૂર પડે છે. તળાવ ઇચ્છો, તો તમે પોતે ખોદાવી શકો છો અથવા સરકાર 50 ટકા સબ્સિડી આપે છે, તેનો પણ લાભ લઇ શકો છો. છીપ ભારતના અનેક રાજ્યોમાં મળે છે. જોકે દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના છીપની ક્વાલિટી સારી હોય છે. તેની ટ્રેનિંગ માટે પણ દેશમાં કેટલીક સંસ્થાઓ કાર્યરત છે. મધ્ય પ્રદેશના હોશંગાબાદ અને મુંબઈથી મોતીની ખેતીની ટ્રેનિંગ લઇ શકાય છે.

જાણો કેવી રીતે મોતીની ખેતી કરવી?

સૌથી પહેલા છીપને એક જાણમાં બાંધી 10થી 15 દિવસ માટે તળાવમાં નાંખવામાં આવે છે, જેથી તે તેના મુજબ વાતાવરણ તૈયાર કરી શકે, ત્યારબાદ તેને બહાર કાઢી તેમની સર્જરી કરવામાં આવે છે. સ્નાયુઓ ઢીલા થયા બાદ છીપોની સર્જરી કરી તેની સપાટી પર 2થી 3MMનું છિદ્ર કરવામાં આવે છે અને તેમાં રેતીનું એક નાનું કણ નાંખવામાં આવે છે. આ રેતીનું કણ જ્યારે છીપને વાગે છે ત્યારે છીપ રેતીના કણ પર તેની અંદરથી નિકળતો પદાર્થ છોડવાનું શરૂ કરી દે છે.

25 હજાર રૂપિયાને ખર્ચે કરો શરૂઆત

એક છીપને તૈયાર થવામાં 25થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તૈયાર થતા પછી એક છીપમાંથી બે મોતી નિકળે છે અને મોતી ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાય છે. જો ક્વાલિટી સારી હોય, તો 200 રૂપિયાથી પણ વધુ ભાવ મળી શકે છે. જો તમે એક એકરના તળાવમાં 25 હજાર છીપ નાંખો છો, તો તેના પર અંદાજે 8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. માની લો કે તૈયાર થવાના ક્રમમાં કેટલાક છીપ ખરાબ થઇ જાય છે, તો પણ 50 ટકાથી વધુ છીપ સુરક્ષિત નિકળે છે. તેથી સહેલાઇથી 30 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી થઇ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!