આ વર્ષે રાજ્યભરમાં મગફળી ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની શક્યતા

આ વર્ષે રાજ્યભરમાં મગફળી ઉત્પાદનમાં ધરખમ ઘટાડાનો અંદાજ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશને વ્યક્ત કર્યો છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 48 ટકા ઓછા ઉત્પાદન સાથે મગફળીનું 13.5 લાખ ટન ઉત્પાદન થાય તેવી શક્યતા છે. આજે રાજકોટમાં સોમાની 69માં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

જેમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 48 ટકા ઓછા ઉત્પાદનનો અંદાજ વ્યક્ત થયો છે. ગત વર્ષે રાજ્યભરમાં 25 લાખ મેટ્રિક ટન મગફળીનું મબલક ઉત્પાદન થયુ હતુ..જોકે આ વર્ષ અમરેલીમાં વિધાએ ચારથી પાંચ મણ, જામનગરમાં 1.15 લાખ ટન મગફળી ઉત્પાદનની શક્યતા છે.

આ ઉપરાંત દ્વારકામાં 67 હજાર ટન, જૂનાગઢ 3.5 લાખ ટન, પોરબંદરમાં 57 હજાર ટન જ્યારે રાજકોટ જિલ્લા માં 1.80 લાખ ટન ઉત્પાદન રહેવાનો અંદાજ સોમા દ્વારા વ્યક્ત કરાયો છે.જે રીતે સોમાએ મગફળીના ઓછા ઉત્પાદનનો અંદાજ કાઢ્યો છે.

તે જોતા આવતા વર્ષે સિંગતેલના ભાવ ભડકે બળે તેવી સંભાવના છે..સોમાની બેઠકમાં કેન્દ્રિય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા. જોકે પુરુષોત્તમ રૂપાલાએ મગફળીના અંદાજિત ઉત્પાદન પર જવાબ આપવા કરતા બચતા જોવા મળ્યા.

રાજકોટ સોમા ની સામાન્ય સભા માં પૂર્વ પ્રમુખ નું વિવાદિત નિવેદન. ઉકાભાઈ પટેલ એ કહ્યું કે ગુજરાત નું ખેતી વાડી ખાતું દર વર્ષે મગફળી ના પાક નો અંદાજ ડબ્બલ કાઢે છે. જેને કારણે ખરીદદારો હટી જાય છે જેથી ખેડૂતો ને નુકશાન જાય છે. ઓફિસરો પોતાની રોતે ખોટા આંકડા જાહેર કરી સરકાર સમક્ષ મૂકી દે છે. આ ખોટા આંકડા ને કારણે સરકાર ને સાચું ચિત્ર ખબર પડતી નથી. સરકાર ના આંકડા મુજબ ૨૭ લાખ ટન મગફળી નું ઉત્પાદન જણાતા GST કમિશ્નરે કહ્યું ૪૦૦૦ કરોડ ની આવક થશે પરંતુ આ વાત ખોટી હોવાની પૂર્વ પ્રમુખ એ નિવેદન આપ્યું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter