મગફળીમાં માટી ભેળવવાના કૌભાંડનો જીએસટીવીએ પર્દાફાશ કર્યા બાદ હચમચી ગયેલી રાજ્ય સરકારે કૌભાંડ મામલે ધરપકડોનૌ દૌર શરૂ કર્યો છે. મગફળી કૌભાંડ મામલે મોટી ધણેજ સહકારી મંડળીના 18 સભ્યો સહિત 22 લોકોની ધરપકડ કરવામાં આવતા કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં નાફેડ તેમજ ગુજકોટના 2-2 અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે તમામ લોકોની મોરબી તેમજ ટંકારાથી ધરપકડ કરી છે. કૌભાંડમાં સંડોવાયેલા 22 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાનો કૌટુંબિક ભત્રીજો રોહિત બોડા, સૌરાષ્ટ્ર વેરહાઉસના મેનેજર મગન જાલાવડિયા, ધણેજ સહકારી મંડળીના પ્રમુખ કાળુભાઇ, 4થી વધુ અધિકારીઓ અને સહકારી મંડળીના 15થી વધુ શખ્સોનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે મગફળી કૌભાંડ સામે લાવ્યા બાદ જીએસટીવી આ કૌભાંડમાં નાફેડ તેમજ સહકારી મંડળીઓના અધિકારીઓની મિલિભગત હોવાનું જણાવતું આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા મોટી ધણેજ સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના સભ્યોની સંડોવણી સામે આવતા જીએસટીવીના અહેવાલને સમર્થન મળ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે કૌભાંડ મુદ્દે ફરિયાદ દાખલ કરનાર ગુજકોટ વેરહાઉસના મેનેજર મગન ઝાલાવડીયા જ આરોપી નીકળ્યા છે. સરકાર તરફથી મગફળીકાંડ મુદ્દે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપવામાં હોવા છતાં મગન ઝાલાવડીયાએ ફરિયાદ દાખલ કરાવવામાં નિષ્ક્રિયતા દાખવી હતી. જોકે પોલીસની તપાસમાં અને પૂછપરછમાં નાફેડ અને ગુજકોટના અધિકારીઓ જ મગફળી કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
રાજકોટ ગ્રામ્યના જિલ્લા પોલીસ વડા બલરાજ મીણાએ મગફળી કાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી કૌભાંડ મુદ્દે માહિતી આપી હતી. એસપીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડમાં હજુ પણ અનેક મોટા માથાઓની સંડોવણી હોય તેવી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે એસપી બલરાજ મીણાએ જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ બાદ જે કોઇના પણ નામ સામે આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે સરકારે કડક પગલાં ભરવાના આદેશ આપ્યા છે. આથી કૌભાંડમાં સામેલ એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં તેમ એસપીએ જણાવ્યું હતું.
મગફળી કૌભાંડમાં પોલીસે પકડેલા આરોપીઓ
કાળા જેઠવા પ્રમુખ, મોટી ધણેજ સહકારી મંડળી
સોનીંગ જુજીયા ઉપ પ્રમુખ, ધણેજ સહકારી મંડળી
કૌશલ જેઠવા મંત્રી, મોટી ધણેજ સહકારી મંડળી
મુળુ જુજીયા સભ્ય, મોટી ધણેજ સહકારી મંડળી
રામ જેઠવા સભ્ય, મોટી ધણેજ સહકારી મંડળી
ખુમાણ જેઠવા સભ્ય, મોટી ધણેજ સહકારી મંડળી
સોનિંગ જેઠવા સભ્ય, મોટી ધણેજ સહકારી મંડળી
ઓલીંગ જેઠવા સભ્ય, મોટી ધણેજ સહકારી મંડળી
વિરેન્દ્ર કાનાબાર ટેબલ કામ સંભાળનાર, મોટી ધણેજ સહકારી મંડળી
મોઈન મલેક વ્યવસ્થા સંભાળનાર, મોટી ધણેજ સહકારી
મંડળવિક્રમ લાખાણી વહીવટી સાથે જોડાયેલા, મોટી ધણેજ સહકારી મંડળી
જીતુભાઈ બચુભાઈ સ્થાનિક
મગન ઝાલાવાડિયા મેનેજર,ગુજકોટ વેરહાઉસ
વિનોદ ટિલવા મેનેજર, ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન
જિજ્ઞેશ ઉજટિયા જુનિયર ફિલ્ડ કર્મચારી, નાફેડ
રોહિત બોડા જુનિયર ફિલ્ડ પ્રતિનિધિ, નાફેડ
કેયુર ચૌહાણ મંડળીના ખરીદી સ્થળ પરના સર્વેયર
કાળા જુજીયા સભ્ય, મોટી ધણેજ સહકારી મંડળી
Read Also
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- ઉમેદવારોનો આક્રોશ શાંત કરવા સરકારે મફત મુસાફરીનો લોલીપોપ આપ્યો, પણ ઉમેદવારોની મહેનતનું શું?
- મોરબી / જુનિયર ક્લાર્કનું પેપરલીક થતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ભાજપ સરકાર સામે રોષ ઠાલવ્યો
- પેપરલીક મામલે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર, કડક કાર્યવાહીની કરી માંગ