GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

અયોધ્યા ચૂકાદા પછી દેશમાં શાંતિ : 90ની ધરપકડ, સોશિયલ મીડિયાની 8000થી વધુ પોસ્ટ સામે પગલાં

સુપ્રીમ કોર્ટ દ્વારા સદીઓ જૂના અયોધ્યા કેસનો ચૂકાદો અપાયા પછીનો દિવસ દેશભરમાં શાંતિપૂર્ણ રહ્યો. દેશમાં એક પણ અનિચ્છનીય ઘટના બની નથી. હિન્દુ અને મુસ્લીમ પક્ષોએ  દેશમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખ્યું.ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે દેશમાં કોમી શાંતિ જાળવી રાખવા લોકોને સમજાવવા રવિવારે હિન્દુ અને મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પોલીસે શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનારા 90 લોકોની ધરપકડ કરી હતી.અયોધ્યા ચૂકાદાને પગલે દેશભરમાં શાંતિનું વાતાવરણ ડહોળાય નહીં તે માટે અયોધ્યા અને દેશભરમાં પોલીસે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી હતી. તંત્રએ શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવા બદલ 8,000થી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ સામે કાર્યવાહી કરી હતી અને 90થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી ફેસબૂ, ટ્વીટર, વોટ્સએપ, યુટયુબ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂકાદા પછી દેશમાં ક્યાંય પણ અનિચ્છનીય  બનાવ બન્યો નથી.ગૃહ મંત્રી અમિત શાહ સતત બે દિવસ સુધી ટેલિફોન મારફત વિવિધ રાજ્યોના મુખ્ય મંત્રીઓના સંપર્કમાં રહ્યા હતા.  ઉત્તર પ્રદેશ પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ મારફત વાતાવરણ બગાડવાના પ્રયાસ બદલ શનિવારે 37 અને રવિવારે 40 એમ કુલ 77 લોકોની ધરપકડ કરી હતી. ઉપરાંત શનિવારે 3712 અને રવિવારે 4563 પોસ્ટ્સ સામે કાર્યવાહી કરી હતી.

મધ્ય પ્રદેશમાં પણ સુપ્રીમના ચૂકાદા પછી વાંધાજનક સંદેશા પોસ્ટ કરવા અને ફટાકડા ફોડી ઊજવણી કરવા બદલ સેઓનીમાં આઠ અને ગ્વાલિયરમાં બે લોકોની ધરપકડ કરાઈ હતી. છાવણી વિસ્તારમાં ફટાકડા ફોડવા બદલ ગ્વાલિયર જેલના વોર્ડન મહેશ અવાડને સસ્પેન્ડ કરાયા હતા.અયોધ્યામાં સખત સલામતી બંદોબસ્ત વચ્ચે ભક્તોએ વિવિધ મંદિરોમાં આરતી કરી હતી. દેશમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે અજિત દોવાલે રવિવારે હિન્દુ અને મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે બેઠક કરી હતી. બંને ધર્મના બધા જ ધર્મગુરૂઓએ સમાજમાં શાંતિ અને કાયદો જાળવી રાખવા સરકારને ટેકો આપવા લોકોને વિનંતી કરી હતી.

પાંચ એકર જમીન અંગે 26મીની બેઠક પછી નિર્ણય : વકફ બોર્ડ

સુન્ની વકફ બોર્ડે રવિવારે પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે તેઓ કોઈ રીવ્યૂ પીટીશન કરશે નહીં. ઉરરાંત રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદનો ચૂકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને સુન્ની વકફ બોર્ડને વળતરરૂપે અયોધ્યામાં જ પ્રાઈમ લોકેશન પર પાંચ એકર જમીન આપવાના નિર્દેશ કરાયો છે.

જોકે, આ જમીન સ્વીકારવી કે નહીં તે અંગે સુન્ની વકફ બોર્ડની 26મી નવેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં ચર્ચા કરાયા બાદ નિર્ણય લેવામાં આવશે તેમ યુપી સુન્ની વકફ બોર્ડના ચેરમેન ઝફર ફારૂકીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે જમીન સ્વીકારવી કે નહીં તે અંગે બોર્ડમાં વિવિધ મત પ્રવર્તે છે. બોર્ડની સામાન્ય સભા 26મી નવેમ્બરે મળશે તેવી અપેક્ષા સેવાય છે. અગાઉ આ બેઠક 13મી નવેમ્બરે યોજાવાની હતી, પરંતુ તે મૂલતવી રખાઈ હતી.

READ ALSO

Related posts

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!