પીડીપી અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીને નજર બંધ કરવામાં આવતા સંસદ ભવન પરિસરમાં પીડીપીના સાંસદોએ દેખાવો કર્યો. પીડીપીના સાંસદોએ કાળી પટ્ટી બાંધી મહેબૂબા મુફ્તીની નજર કેદમાંથી મુક્ત કરવાની માગ કરી.
Delhi: PDP's Rajya Sabha MPs Nazir Ahmad Laway and Mir Mohammad Fayaz protest in Parliament premises over the situation in Kashmir. pic.twitter.com/yMvLLHH1tC
— ANI (@ANI) August 5, 2019
પીડીપી સાંસદ મીર મહમદે જણાવ્યુ હતુ કે, આજે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ કથળી છે. સરકારે જમ્મુ કાશ્મીરને જેલ બનાવી. સરકારની આ પ્રકારની નીતિ પીડીપીને મંજૂર નથી. જેથી મોદી સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Delhi: PDP's Rajya Sabha MPs Nazir Ahmad Laway and Mir Mohammad Fayaz don black bands before entering the Parliament, as a mark of protest against the situation in Kashmir. pic.twitter.com/I2wJdeeWe9
— ANI (@ANI) August 5, 2019
જમ્મુ કાશ્મીરમાં અડધી રાતે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અને એનસી નેતા ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા છે. નજર કેદ થયા બાદ ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી લોકોને શાંતિ જાણવી રાખવા અપીલ કરી છે. અને કહ્યુ કે, ભારત પાકિસ્તાન કોઈપણ તણાવ વાળુ પગલુ ન ભરે. ખીણમાં તણાવના પગલે ઈન્ટરનેટ સેવા અને મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે શાળા અને કોલેજોમાં રજા જાહેર કી દેવામાં આવી.
Jammu & Kashmir: Security tightened in Srinagar in view of the imposition of section 144 CrPC from midnight 5th August. pic.twitter.com/qErNGidUDi
— ANI (@ANI) August 5, 2019
ખીણની સ્થિતિને ધ્યાનમાં રાખી કલમ 144 પણ લાગૂ કરી દેવામાં આવી છે. નજર બંધ કરવામાં આવ્યા બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, આપણે લડાઈ લડવાની છે. જે આપણા અધિકાર છે તેના સંકલ્પને તોડવાનો કોઈપણ પ્રયાસ ન કરી શકે. આ ટ્વિટને એનસી નેતા ઓમર અબ્દુલ્લાએ રિ-ટ્વિટ કર્યુ હતુ. એનસી-પીડીપી નેતા સાથે કેટલાક ભાગલાવાદી નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે.
કાશ્મીર સાથે કપટ
જમ્મુ કાશ્મીરમાં ભાજપન પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અને એનસી નેતા ઓમર અબ્દુલ્લા પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, બન્ને નેતાઓ જમ્મુ કાશ્મીરની જનતા સાથે કપટ કર્યુ છે. તેમણે હમેશા આતંકવાદીઓના હીતમાં કામ કર્યુ. એટલે બન્ને નેતાઓ ડરી રહ્યા છે. દેશમાં મોદી સરકાર છે. મજબૂત સરકારના કારણે જમ્મુ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ આવવાનો છે.
Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત