રાજ્યસભામાં અમિત શાહના નિવેદન બાદ હોબાળો યથાવત છે. વાઇકોએ કહ્યું કે દેશમાં ફરીથી ઇમરજન્સી જેવી સ્થિતી આવી ગઇ છે તે બાદ સભાપતિએ જણાવ્યું કે સ્થિતી ઇમરજન્સીની નથી અરજન્સીની છે. તેમણે હોબાળો મચાવી રહેલા સાંસદોને પોતાની સીટ પર જવા કહ્યુ.
PDP's RS MPs Nazir Ahmad Laway&MM Fayaz protest in Parliament premises after resolution revoking Article 370 from J&K moved by HM in Rajya Sabha; The 2 PDP MPs were asked to go out of the House after they attempted to tear the constitution. MM Fayaz also tore his kurta in protest pic.twitter.com/BtalUZMNCo
— ANI (@ANI) August 5, 2019
પરંતુ કોઇ સાંસદ પરત જવા તૈયાર ન હતાં. સદનમાં પીડીપી સાંસદોએ પોતાના કપડા ફાડી નાંખ્યાં અને સભાપતિએ તેમને સદનમાંથી બહાર જવા કહ્યું. ગુલામ નબી આઝાદ પણ ધરણા પર બેસી ગયાં.
According to Rajya Sabha Chairman Venkaiah Naidu, PDP's Mir Fayaz and Nazir Ahmed Laway were asked to go out of the house(Rajya Sabha) after they attempted to tear the constitution pic.twitter.com/oOEI1MpFld
— ANI (@ANI) August 5, 2019
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370ના ખંડમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. જેથી જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. અને જમ્મુ કાશ્મીરથી લદ્દાખથી અલગ કરવામાં આવ્યુ. કાશ્મીર અને લદ્દાખને હવે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવામાં આવ્યા છે. જેથી હવે ત્યાં રાષ્ટ્રપતિ શાસન જ રહેશે. જમ્મુ કાશ્મીરને અલગ રાજ્ય બનાવવાની જગ્યાએ મોદી સરકારે તેને કેન્દ્રનો દરજ્જો આપી દીધો છે. આ સાથે જ લદ્દાખને પણ અલગ કરી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં અમિત શાહે આ સંકલ્પ પત્ર રજૂ કરતાની સાથે ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ ભાજપે પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે જમ્મુ કાશ્મીરને લદ્દાખથી અલગ કરી કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવાનું જણાવ્યું હતું. પરિણામે હવે કાશ્મીર બે ભાગમાં વહેચાઈ જશે.
HM Amit Shah: Jammu and Kashmir to be a union territory with legislature and Ladakh to be union territory without legislature pic.twitter.com/nsEL5Lr15h
— ANI (@ANI) August 5, 2019
જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને છેલ્લા પાંચ દિવસથી દેશભરના લોકોની નજર ત્યાં મંડાયેલી છે. ધીમે ધીમે સેનાનો પણ ત્યાં ખડકલો કરી દેવમાં આવ્યો જેથી આતંકીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાથે જ જમ્મુ કાશ્મીરના બે મોટા નેતા પીડીપીના મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા હતા. વિપક્ષ સહિત દેશભરના લોકો મોદી સરકાર કાશ્મીર અંગે શું કરવા માગે છે તેની કાગડોળે રાહ જોઈ રહી હતી. ત્યારે આ વિશે રાજ્યસભામાં અમિત શાહે જમ્મુ કાશ્મીર અંગે જવાબ આપ્યો.
Union Home Minister Amit Shah in Rajya Sabha: I am ready for all discussions by the leader of the Opposition, the entire opposition and the members of the ruling party over Kashmir issue. I am ready to answer all questions. pic.twitter.com/AKs365vBiH
— ANI (@ANI) August 5, 2019
આ સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370માં ફેરફારની મંજૂરી આપી દીધી છે. જેથી હવે નવા કાશ્મીરનું સર્જન થશે. આખરે 72 વર્ષ બાદ રાજ્યસભા સદનમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
Read Also
- બિગબોસમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રીએ કરી લીધી આત્મહત્યા, ફાંસો લગાવી આપી દીધો જીવ
- દુશ્મનના નાકે દમ લાવી દે છે આ સ્વદેશી ફાઇટર પ્લેન, જાણો શું છે ખાસિયતો સ્વદેશી તેજસની
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત
- 56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
- વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ