પુલવામા આતંરી હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રતિક્રિયા આવ્યા બાદ હવે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP નેતા મહેબૂબા મુફ્તીનો ના’પાક.’ પ્રેમ ઝળક્યો છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને એક તક આપવા જણાવ્યું છે.
Disagree. Pathankot dossier was given to them but no action was taken to punish the perpetrators . Time to walk the talk. But Pak PM deserves a chance since he’s recently taken over. Of course the war rhetoric has more to do with the impending elections than anything else. https://t.co/QIOxkzuSth
— Mehbooba Mufti (@MehboobaMufti) February 19, 2019
તેમણે ઇમરાન ખાનના નિવેદન પ્રતિક્રિયા આપતા Tweet કર્યું કે, અસહમત, પઠાણકોટના દસ્તાવેજો તેમને સોંપવામાં આવ્યા હતા. પરંતુ દોષિતોને સજા અપાવવા માટે કોઇ એક્શન લેવાયા નહી. પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાનને એક તક મળવી જોઇએ કારણ કે તેઓ ચૂંટાઇને આવ્યા છે. જંગ-નારા માત્ર આગામી ચૂંટણી માટે આપવામાં આવી રહ્યાં છે, તેનાથી વધારે તેનો કોઇ અર્થ નથી.
આશરે સાત મિનિટના વીડિયોમાં 20થી વધુ વખત કટ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પર પાકિસ્તાન સંપૂર્ણપણે ઘેરાઇ ગયું છે. પાડોશી દેશ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને હુમલા મુદ્દે પોતાના દેશનો બચાવ કર્યો અને ભારત પાસે પુરાવા માગ્યા છે. જો કે ઇમરાન ખાનને વીડિયો ધ્યાનથી જોવામાં આવે તો તેમાં પાકિસ્તાનની વધુ કરતૂત જોવા મળે છે. આશરે સાત મિનિટના વીડિયોમાં 20થી વધુ વખત કટ છે. એટલે કે ઘણી વખત વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે.
Prime Minister Imran Khan giving Policy Statement of Pakistan on the Pulwama attack in Indian Occupied Kashmir.@ImranKhanPTI
— PTI (@PTIofficial) February 19, 2019
(19.02.19)#PMIKTheStatesman pic.twitter.com/bLNvH5PMiY
વીડિયોમાં સ્પષ્ટ જણાઇ આવે છે કે ઇમરાન ખાનનો વીડિયો રેકોર્ડેડ વીડિયો હતો ન કે લાઇવ વીડિયો હતો. વીડીયોમાં વારંવાર કટની ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ઇમરાન ખાન પાકિસ્તાની સેનાની મંજૂરી વગર કોઇ નિર્ણય લઇ શકતા નથી. એવા આરોપ લાગી ચુકેલા છે કે ઇમરાન ખાનના વડાપ્રધાન બનવા પાછળ પાકિસ્તાની સેનાનો હાથ છે અને સેનાએ જ ઇમરાનને ગત ચૂંટણીમાં મદદ કરી હતી.
- સુરત : પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરી તરછોડી મુકતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો
- નેપાળમાં ભીષણ દુર્ઘટના : તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખીણમાં પડી, 14 લોકોનાં મોત
- એ દેશ જ્યાં નોકરી આપતા પહેલાં છોકરીઓનો કરાય છે વર્જીનિટી ટેસ્ટ
- સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા
- લક્ષચંડી યજ્ઞને લઈને ઉંઝા હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, 108 એમ્બ્યુલન્સ રોડ વચ્ચે અટવાઈ