GSTV
Home » News » સ્પૉટ ફિ્ક્સિંગના આરોપમાં ખાલિદ લતીફ પર 5 વર્ષનો પ્રતિબંધ

સ્પૉટ ફિ્ક્સિંગના આરોપમાં ખાલિદ લતીફ પર 5 વર્ષનો પ્રતિબંધ

પાકિસ્તાનના વધુ એક ક્રિકેટર પર સ્પૉટ ફિ્ક્સિંગના આરોપમાં પ્રતિબંધ લાગ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફના ભાઇ ખાલિદ લતીફ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 5 વર્ષનો પ્રતિબંધ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ત્રણ સભ્યોની એન્ટી કરપ્શન ટ્રિબ્યૂનલે ખાલિદ પર પાંચ વર્ષનો પ્રતિબંધનો નિર્ણય કર્યો છે. જો કે, આ મામલામાં તેની વિરુદ્વ 10 વર્ષના પ્રતિબંધની આશા સેવાતી હતી. પરંતુ, તેના પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રતિબંધ લાગવાના કારણથી ખાલિદ હવે ક્રિકેટની કોણ પણ ગતિવિધિમાં સામેલ થઇ શકશે નહીં. આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ એમ બંને સ્તરો પર તે કોઇપણ મેચમાં રમતો નજરે આવશે નહીં.

ઉલ્લેખનીય છેકે, લતીફ પર 2017માં પાકિસ્તાન સુપર લીગમાં સ્પૉટ ફિ્ક્સિંગનો આરોપ લાગ્યો હતો. આ દરમિયાન લતીફ પીએસએલમાં ઇસ્લામાબાદ યૂનાઇટેડ ટીમની તરફથી રમતો હતો. ત્રણ સભ્યોની ટ્રિબ્યૂનલે પાકિસ્તાનના એક અન્ય બેટસમેન શાર્જીલ ખાન પર પાકિસ્તાન સુપર લીગમાં આ પ્રકારના આરોપોના કારણથી 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.

Related posts

ક્રિકેટરો સાથે જેટલીના હતાં ગાઢ સંબંધો, કોહલીથી લઇને સહેવાગ સુધીને કરી ચુક્યાં છે મદદ

Bansari

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

ટેસ્ટમાં પણ બુમરાહની ધમાલ, ધારદાર બોલીંગથી તોડ્યો મોટા-મોટા દિગ્ગજોનો આ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!