GSTV
Home » News » PSL સ્પૉટ ફિક્સિંગ મામલે શાહજેબ હસન પર 1 વર્ષનો પ્રતિબંધ મૂકાયો

PSL સ્પૉટ ફિક્સિંગ મામલે શાહજેબ હસન પર 1 વર્ષનો પ્રતિબંધ મૂકાયો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) સ્પૉટ ફિક્સિંગ કેસમાં સંડાવાયેલા હોવાના કારણે બેટ્સમેન શાહજેબ હસન પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ગત વર્ષે રમાયેલી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) દરમિયાન હસન પર સ્પૉટ ફિક્સિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પીસીબીએ આ અંગે પોતાનો નિર્ણય આપ્યો છે.

શાહજેબ હસને આચાર સંહિતાના નિયમ 2.2.4 અને 2.4.5નું ઉલ્લંધન કર્યુ છે અને તે ફિક્સિંગની જાણકારી છુપાવવાને લઇને દોષી ઠર્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર પીસીબી દ્વારા ગત વર્ષે 18 માર્ચના રોજ શાહજેબને અસ્થાયી રૂપે બરતરફ કરી દેવામાં આવ્યો હતો અને તેના પર મૂકવામાં આવેલા પ્રતિબંધને પૂરો થવામાં 3 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે.

હસનને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પીસીબીના કાનૂની સલાહકાર તફાજુલ રિઝવીએ જણાવ્યું કે ‘તેમના પર મૂકવામાં આવેલો પ્રતિબંધ 17 માર્ચના રોજ દૂર થઇ શકે છે પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી નિયમો અનુસાર તમારે ફરીથી સુધારની પ્રક્રિયાના માધ્યમ માંથી પસાર થવું પડે છે. પુનર્વાસની દિશામાં પહેલુ પગલુ ગુનાની કબૂલાત છે. જો તે સ્વીકારે નહી કે તે દોષી હતો તો પુનર્વાસની પ્રક્રિયા શરૂ ન થઇ શકે.’

શાહજેબ પીએસએલ સ્પૉટ ફિક્સિંગ કેસમાં બરતરફ થનાર છઠ્ઠો ખેલાડી છે. તેની પહેલા સરજીલ ખાન (5 વર્ષ), ખાલિદ લતીફ (5 વર્ષ), નાસિર જમશેદ (1 વર્ષ), મોહમ્મદ ઇરફાન (1 વર્ષ) અને મોહમ્મદ નવાઝ (2 મહિના) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Related posts

ક્રિકેટમાં જાપાનની જાન લીલા તોરણે પવેલિયન ભેગી : ભારતે 41 રનમાં ખખડાવી નાખ્યું

Mayur

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય વન-ડે ટીમની થઈ જાહેરાત, ઈજાગ્રસ્ત ધવનની જગ્યાએ આ ખેલાડીને મળી તક

pratik shah

ઓકલેન્ડ પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ, વિરાટ કોહલીએ શેર કરી Selfie

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!