પીસી ચાકોએ કેજરીવાલ સાથે ગઠબંધનનાં સંકેત આપ્યાં, શીલા દીક્ષિત પડ્યા એકલા

kejriwal news

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા કોંગ્રેસના નેતા મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, મોટા દુશ્મનને હરાવવા દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવુ જરૂરી છે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરનાર શીલા દીક્ષિત હવે એકલા પડ્યા છે. કેમ તે તેઓ હમેશા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરી રહ્યા છે.

sheila Dikshit

પીસી ચાકોએ જણાવ્યુ કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગંઠબંધન કરવાથી ભાજપના વિજય રથને રોકી શકાય તેમ છે. વિરોધીને હરાવવા માટે રણનીતિ બનાવવી જરૂરી છે. જેથી દિલ્હીમા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવુ જરૂરી છે. તેમણે કહ્યુ કે, એમસીડીની ચૂંટણીમાં બન્ને પાર્ટીને 50 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપને માત્ર 35 ટકા વોટ મળ્યા છે. જેથી દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરનાથી દિલ્હીમાં ભાજપની હાર નક્કી થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter