GSTV
Finance Trending

રોકાણકારોને રોવડાવ્યા / પેટીએમના શેરમાં મોટું ગાબડું, રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા

દિવાળી બાદ શેરબજારમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે આજે બજારમાં પેટીએમના શેરમાં મોટું ગાબડું નોધાયું છે જેના પગલે રોકાણકારોને ચહેરા પર રોનક છીનવાઈ ગઈ છે. આજે માર્કેટ ઓપન થયું ત્યારે પેટીએમના શેરનો ભાવ 480.90 હતો જ્યારે બજાર બંધ થયું ત્યારે 450 હતો એટલે કે આજે 30 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે જેના પરિણામે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે.

મેક્વેરીનો રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો છે ત્યારથી પેટીએમના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેટીએમને મુકેશ અંબાણીની જિયો ફાઈનાન્સીએલ સર્વિસ તરફથી મોટા પડકારનો સામનો કરવો પડશે જે બાદ પેટીએમના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. Paytmના શેરમાં ભારે ઘટાડા બાદ કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 29,367 કરોડ સુધી પહોંચી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2021 માં Paytm 2150 રૂપિયા પ્રતિ શેરના ભાવે IPO લાવ્યો હતો જ્યારે IPO કિંમતના સંદર્ભમાં કંપનીનું માર્કેટ કેપ 1.39 લાખ કરોડ રૂપિયા હતું એટલે કે પેટીએમના માર્કેટ કેપમાં 1.10 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે કે માત્ર એક વર્ષના લિસ્ટિંગમાં રોકાણકારોના રૂપિયા 1.10 લાખ કરોડનું ધોવાણ થયું છે. Paytmના સ્ટોકની લિસ્ટિંગ બાદથી સતતશેરના ભાવ ગગડી રહ્યો છે.

READ ALSO

Related posts

પંજાબ પોલીસને મળી મોટી સફળતા, 13 કિલો હેરોઈન, 5 એ.કે-47, અને 5 પિસ્તોલ પકડી પાડ્યા

Kaushal Pancholi

20 વર્ષની આ બોલ્ડ હસીનાએ ઈંસ્ટાગ્રામ પર દેખાડ્યા તેના પ્રાઈવેટ ટેટુ, બ્રેસ્ટ નીચેના ટેટુને જોતાં આંખો ફાટી જશેઃ ફેન્સના છૂટી ગયા પરસેવા

HARSHAD PATEL

પી.એફ.આઈ.ને ગજબનો ફટકો માર્યો : કર્ણાટક હાઈકોર્ટે મહોર મારી

Kaushal Pancholi
GSTV