GSTV

Paytm આપી રહ્યું છે 70 રૂપિયા સુધીનું કેશબેક, રિપબ્લિક ડે પર ખાસ ડિસ્કાઉન્ટ

મોબાઇલ વૉલેટ કંપની પેટીએમ પોતાના યૂઝર્સ માટે કેશબેક ઓફર લઇને આવી છે. તેની સાથે જ પોતાના મૉલ પર સામાન ખરીદવા પર લોકોને 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાથે જ કંપનીએ કોઇપણ રીતે મળનારી કેશબેક મનીને બેંકમાં ટ્રાન્સફર કરવા પર રોક લગાવી દીધી છે.

આ રીતે મળશે 70 રૂપિયાનું કેશબેક

પેટીએમએ પોતાના યૂજર્સને કહ્યું છે કે 70 રૂપિયાનું કેશબેક એવા લોકોને આપવામાં આવશે, જે ઓછામાં ઓછા સાત વાર ટ્રાન્જેક્શન કરશે. જેને ક્યૂઆર કોડ દ્વારા કરવામાં આવશે. કેશબેક મેળવવા માટે યૂઝર્સને ફર તેની જાણકારી કંપનીને આપવી પડશે, જેના બાદ તેને કેશબેક મળશે.

રિપલ્બિક ડે પર મળી રહ્યું છે 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ

કંપનીએ પોતાના પેટીએમ મોલ પર રિપબ્લિક ડે સેલ ઓફર આપી છે.  જે હેઠળ પ્રોડક્સની ખરીદી પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તથા એટલું જ કેશબેક ઓફર મળી રહી છે.

 નહી કરી શકો, કેશબેક મનીને ટ્રાન્સફર

પેટીએમ યૂઝર્ને આ સમાચાર નિરાશ કરી શકે છે. પેટીએમએ પોતાની કેશબેક પોલિસીમાં હાલમાં જ બદલાવ કર્યો છે.  હવે પેટીએમ પર યૂઝર્સ પોતાની કેશબેક મનીને કોઇપણ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશો નહીં.

આ સાથે જ હવે કેશબેક મનીને કોઇ અન્ય યૂઝર્સને ટ્રાન્સફર કરી શકાશે નહીં. કોઇપણ પ્રોડક્ટની ખરીદી પર મળનાર કેશબેકને હવે યૂઝર્સ ‘Paytm Cash’ ટેબમાં જોઇ શકશે. માનવામાં આવી રહ્યું છે કે કેશબેક પોલિસીમાં બદલાવ, એપ પર ખરીદીને પ્રોત્સાહન માટે કરવામાં આવ્યો છે. આ બદલાવ બાદ યૂઝર્સને કેશબેક મનીનો ઉપયોગ પેટીએમમાં ખરીદી માટે જ કરવો પડશે.

Related posts

કોરોના: જ્યાં ઈસુને વધ:સ્થંભ પર ટાંગવામાં આવ્યા હતા તે ચર્ચને 700 વર્ષ બાદ બંધ કરાયું

Pravin Makwana

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

બોલીવૂડના આ પ્રખ્યાત પ્રોડ્યૂસરની બન્ને દીકરીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ઘરને કરાયું સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!