GSTV
Gujarat Government Advertisement

ભારતની સૌથી મોટી ઓનલાઈનpayTM સર્વિસની વેલ્યુએશન વધી

Last Updated on August 23, 2019 by

ભારતની સૌથી મોટી ઓનલાઇન પેમેન્ટ સર્વિસ પેટીએમનું નવા ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડમાં વેલ્યુએશન 25% વધીને 15 અબજ ડોલર થયું છે એમ સ્થાપક વિજય શેખર શર્માએ જણાવ્યું હતું. વધુમાં વિજય શેખર શર્માએ કહ્યું હતું કે, પેટીએમના કર્મચારીઓ દ્વારા 1.5 કરોડ ડોલરની ઇ.એસ.ઓ.પી. ન્યુ યોર્ક સ્થિત રોકાણકારોને વેચી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગયા વર્ષે 12 અબજ ડોલરની વેલ્યુએશનમાં 25 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે વોરન બફેટની કંપની બર્કશાયર હેથવેએ પેટીએમની વન 97 કમ્યુનિકેશન્સમાં 300 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. જો કે વન 97 કોમ્યુનિકેશને સોદાની વિગતો જાહેર કરી નહોતી.

વધુમાં વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે પેટીએમનું યોગદાન હકારાત્મક છે, એનો અર્થ એ કે અમે ફક્ત નવા વેપારીઓ અને ગ્રાહકો મેળવવા માટે પૈસા ખર્ચ કરીએ છીએ. તેઓએ કહ્યું હતું કે અમને ગ્રાહકો નહીં પણ વેપારીઓ ચુકવણી કરે છે. વર્તમાન સમયમાં પેટીએમ સેવાઓનો ઉપયોગ આશરે 1.4 કરોડ વેપારીઓ કરે છે અને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેને વધારીને 2.4 કરોડ કરવાની યોજના છે.

હાલમાં પેટીએમમાં એક મહિનામાં 80-90 કરોડ ટ્રાન્જેક્શન થઇ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટીએમ લોન ઈએમઆઈ, ક્રેડિટ કાર્ડ બિલ અને વિમા પ્રિમિયમની ચુકવણીની સુવિધા શરૂ કર્યાના એક વર્ષમાં જ BFSI પેમેન્ટમાં તમામ મોબાઈલ પેમેન્ટ એપ્સથી આગળ વધી ગયું છે અને 70 ટકા માર્કેટ હિસ્સેદારી હાંસિલ કરી ચૂક્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!