આણંદમાં રહેતા અને બોપલમાં અડ્ડેમી ધરાવતા યુવકે તેના લેબરનેPAYTM થી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જોકે પૈસા ટ્રાન્સફર થયા ન હતા. દરમિયાન કોઈ શખ્સે તેને ફોન કરીને નાણાં રિફન્ડ અપાવવાની લાલચ આપીને તેના ખાતામાંથી રૂ.63942 ટ્રાન્સર કરીને છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
આણંદમાં રહેતા કમલેશભાઈ ધીરજભાઈ લીલા(38) બોપલમાં એકેડેમી ધરાવે છે અને બેન્ક ઓફ બરોડા બોપલ બ્રાંચમાં ખાતુ ધરાવે છે. 17 ઓગસ્ટ 2020ના રોજ કમલેશભાઈએ ગામડે રહેતા લેબર માનસીંગના મધ્યપ્રદેશ ગ્રામીણ બેન્કમાં પેટીએમથી રૂ.5,000 ટ્રાન્સફર કર્યા હતા. જોકે કોઈ કારણસર પૈસા પહોંચ્યા ન હતા. આથી તેમણે પેટીએમ કસ્ટમરનો નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ નંબર મળ્યો ન હતો.
પેટીએમ કસ્ટમરનો નંબર મેળવવાનો પ્રયાસ કર્યો
દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે પોતાની ઓળખ નોઈડા પેટીએમ વિભાગીયા મુખ્ય ગ્રાહક મેનેજર તરીકેની આપીને કમલેશભાઈ સાથે વાત કરી હતી. તેણે તમારા પેટીએમમાં શું પ્રોબ્લેમ છે એમ પુછતા કમલેશભાઈએ પેટીએમથી ટ્રાન્શપર કરેલા નાણાં પહોંચ્યા ન હોવાનું કહ્યું હતું.
નંબર રજીસ્ટર કરવા કહ્યું હતું. આથી કમલેશભાઈએ આ નંબર રજીસ્ટર કર્યો
આથી આ શખ્સે તેનો મોબાઈલ નંબર આપી પેટીએમ ઓપન કરીને તેમાં નંબર રજીસ્ટર કરવા કહ્યું હતું. આથી કમલેશભાઈએ આ નંબર રજીસ્ટર કર્યો હતો. આ શખ્સે એકાઉન્ટ કોડ આપીને તે નાણાં જમા કરાવતા કમલેશભાઈએ મની ટ્રાન્સફર ફંકશનમાં નંબર નાંખતા તેમના એકાઉન્ટમાંથી રૂ.19,985 ટ્રાન્સફર થઈ ગયા હતા.
આ રીતે તમારે ત્રણ વાર પ્રક્રિયા કરવાની છે બાદમાં તમામ નાણાં તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે એવો વાયદો કર્ટો હતો. કમલેશભાઈએ ત્રણ વખત પ્રક્રિયા કરતા તેમના ખાતામાંથી કુલ રૂ. 63,942 પેટીએમથી આ શખ્સના મોબાઈલમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ અંગે તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
READ ALSO
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ
- સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન
- જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય
- નાણાકીય વર્ષ 2022-23ની RBIની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોમાં સામાન્ય જનતાને મળ્યો ઝાટકો
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના