GSTV
Home » News » Paytmએ ચાલૂ કરી નવી ઓફર, ખરીદી કરો આજે અને રૂપિયા ચૂકવો 30 દિવસ પછી

Paytmએ ચાલૂ કરી નવી ઓફર, ખરીદી કરો આજે અને રૂપિયા ચૂકવો 30 દિવસ પછી

મોબાઇલ વૉલેટ કંપની Paytmએ નવી સેવા શરૂ કરી છે. આ સેવાનું નામ Paytm Postpaid છે. તેનો અર્થ એ છે કે તમે વસ્તુ ક્યારેય પણ ખરીદી શકો પણ પેટિએમ તમને આગલા મહિને પૈસા ચૂકવવાનો વિકલ્પ આપશે. આ સેવા હેઠળ તમે Paytm પર ડીટીએચ રીચાર્જ કરી શકો છો. મૂવીની ટિકિટ ખરીદી શકો છો. ફ્લાઇટ પણ બુક કરી શકો છે. જો તમે Paytmની પોસ્ટપેડ સેવાનો ઉપયોગ કરો છો તો તેના માટે તમારે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં આપવો પડે. આ સેવા તમને તદન મફતમાં મળે છે. બીજી વાત એ છે કે આ સેવા માટે કોઈ પણ પ્રકારનાં ડોક્યુમેન્ટની જરૂર નથી. તરત જ અપ્રૂવલ થઈ જશે.

Paytm Postpaid સેવાનો ઉપયોગ કરવા માટે તમારે તમારા પ્રોફાઇલમાં જઈને Postpaid સેક્શન પર ચેક કરવું પડશે. પછી ત્યાં તમારે આધાર નંબર અને પાન કાર્ડની વિગતો આપવી પડશે. ત્યારબાદ આ સુવિધાનો લાભ લઈ શકો છો. તમે તમારા ખર્ચ કરવાની મર્યાદા પણ જોઈ શકો છો. આ લિમિટ તમારા પાછલા રેકોર્ડના આધારે આપવામાં આવે છે. આ લિમિટ દ્વારા તમે ગમે ત્યાં ખરીદી કરી શકો છો.

Paytm Postpaidમાથી જે પણ ખરીદી કરશો તેના માટે આગામી મહિનાની 15 તારીખ પહેલા તમારે ચૂકવણી કરવી પડશે. એનાં માટે તમને એલર્ટ પણ મોકલવામાં આવશે. તમે ચુકવણી પેટીએમ વૉલેટ, ડેબિટ કાર્ડ અથવા નેટબેંકિંગની મદદથી કરી શકો છો.

READ ALSO

Related posts

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!