આજે ખરીદી કરો, મહિના પછી ચૂકવજો પૈસા : આ વોલેટ કંપનીએ કાઢી જોરદાર ઓફર

મોબાઈલ વોલેટ કંપની પેટીએમ દ્વારા પોતાની નવી શરૂ કરવામાં આવી છે. આ સર્વિસનું નામ પેટીએમ પોસ્ટપેઈડ છે. જેનો અર્થ એ છે કે તમે સમાન ગમે ત્યારે ખરીદો પણ પેટીએમ આવતા મહિને પૈસા ચૂકવવાનો ઓપ્શન આપશે. આ સેવા અંતર્ગત તમે પેટીએમ પર ડીટીએચ રિચાર્જ કરી શકો છો. મૂવીની ટીકિટ ખરીદી શકો છો. ફ્લાઈટ પણ બુક કરાવી શકો છો. જો તમે પેટીએમની પોસ્ટપેઈડ સર્વિસનો ઉપયોગ કરશો તો તેના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ પણ આપવાનો રહેતો નથી. એ સંપૂર્ણપણે મફત છે.

સર્વિસ માટે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટની આવશ્યકતા પણ નથી

બીજી વાત એ છે કે આ સર્વિસ માટે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટની આવશ્યકતા પણ નથી તરત અપ્રુવલ થાય છે. પેટીએમ પોસ્ટપેઈડ સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે તમારા પ્રોફાઈલમાં જઈને પેટીએમ પોસ્ટપેઈડ સેક્શનને ચેક કરવાનું રહેશે. તેના પછી અહીં તમારે તમારો આધાર નંબર અને પાન કાર્ડની વિગતો આપવાની રહેશે. તેના પછઈ તમને આ સુવિધા મળી જશે. અહીં તમે તમારા ખર્ચ કરવાની લિમિટ પણ જોઈ શકો છો. આ લિમિટ તમારા અગાઉના રેકોર્ડના આધારે આપવામાં આવે છે. આ લિમિટ દ્વારા તમે ક્યાંય પણ શોપિંગ કરી શકો છો.

પેટીએમની તરફથી તમને એલર્ટ પણ મોકલવામાં આવશે

પેટીએમ પોસ્ટપેઈડથી જે પણ ખરીદી કરશો તેના માટે આવતા મહિનાની 15 તારીખ અગાઉ તમારે ચૂકવણી કરવાની રહેશે. આ માટે પેટીએમની તરફથી તમને એલર્ટ પણ મોકલવામાં આવશે. પેટીએમ વોલેટ, ડેબિટ કાર્ડ કે નેટબેન્કિંગની મદદથી ચૂકવણી કરી શકાશે. તમે તમારી કોઈપણ આવશ્યકતાને પેટીએમ પોસ્ટપેઈડની મદદથી પૂરી કરી શકો છો. આ રીતે તમે તમારા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકો છો. કેમકે તમારે તત્કાળ ચૂકવણી કરવી નહીં પડે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter