GSTV

WhatsAppને ટક્કર આપવા માટે મેસેજિંગ એપ શરૂ કરશે Paytm

WhatsAppને ટક્કર આપવા માટે Paytm ટૂંક સમયમાં પોતાની એપ ચેટ મેસેન્જર લોન્ચ કરવાની તૈયારીમાં છે. અત્યારે Paytmના 22.5 કરોડ યૂઝર્સ છે. Paytm મેસિજિંગ સર્વિસથી દ્વારા યૂઝર્સ ઑડિયો, વીડિયો અને ટેક્સ્ટ ફાઈલ મોકલી શકશે. આ મામલામાં જોડાયેલા વ્યકિત અનુસાર, કંપની પોતાના પેમેન્ટ યૂઝર્સને મેસેજિંગ એપમાં ટ્રાન્સફર કરશે.

સૂત્રોનુસાર, આ ફિચર ઓગસ્ટ મહિનાના અંત સુધી લોન્ચ કરવામાં આવશે. હાલનાં Paytmના પ્રવક્તાએ આ મુદ્દા પર કોઇ પણ કમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ પ્રોજેક્ટથી જોડાયેલા એક વ્યકિતએ જણાવ્યુ કે, ”નવા ફિચર પર છેલ્લા 3 મહિનાથી કામ ચાલી રહ્યુ છે અને આ ફિચરથી કંપની પોતાના પ્લેટફોર્મ પર યૂઝર્સને ક્નેકટ રાખી શકશે.”

રસપ્રદ વાતએ છે કે જ્યાં એક તરફ Paytm મેસેજિંગ એપની શરૂઆત કરી રહ્યુ છે, ત્યારે WhatsApp ડિજિટલ પેમેન્ટ પેમેન્ટ સર્વિસ શરૂ કરવાનું વિચારી રહી છે. અગાઉ મેસેજિંગ એપ Hikeએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પોતાની જ એપમાં ઈલેક્ટ્રોનિક પેમેન્ટની સુવિધા શરૂ કરી દીધી હતી.

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!