GSTV

ખુશખબર / Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, હવે FD અકાઉન્ટ મારફતે આ કામ પણ કરી શકશો

Last Updated on July 25, 2021 by Zainul Ansari

જો તમે Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહક છો, તો તમારા માટે ખુશખબરી છે. હકીકતમાં આ બેંકના ગ્રાહકો હવે પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરી એફડી અકાઉન્ટમાં ઉપલબ્ધ બેલેન્સથી પેમેન્ટ કરી શકે છે. સરળ ભાષામાં કહીએ તો, જો તમે પેટીએમ દ્વારા મોબાઇલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ અથવા કોઈ પેમેન્ટ કરવા ઇચ્છો તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ વોલેટ, પેટીએમ બેંક સેવિંગ અકાઉન્ટ, નેટબેન્કિંગ અને યૂરીઆઈ ઉપરાંત પેટીએમ બેંક એફટી પણ એક પેમેન્ટ મોડ હશે.

કંપની તરફથી જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પેટીએમ પેમેન્ટ ગેટવે હવે ફિક્સ્ડ ડિપોઝિટ અકાઉન્ટ બેલેન્સ દ્વારા પેમેન્ટની સુવિધા આપી રહ્યું છે. આ સુવિધા પેમેન્ટ બેંક લિમિટેડના સહયોગથી છે, જેના અકાઉન્ટ હોલ્ડર હવે ઓનલાઇન પ્લેટફોર્મ પર ઇન્ટેન્ટ પેમેન્ટ કરવા માટે તમારી એફડી બેલેન્સનો ઉપયોગ કરી શકે છો.

ઇન્ડુસઇન્ડ બેંક સાથે છે પાર્ટનરશિપ

પેટીએમ પેમેન્ટ્સ બેંકને ફિક્સ્ડ ડિપોઝિટને સુવિધા આપવાની પ્રત્યક્ષ રીતે મંજૂરી નથી. તેથી પેટીએમ પેમેન્ટ બેંકે તેના માટે ઇન્ડુસઇન્ડ બેંક સાથે પાર્ટનરશિપ કરી છે. જોકે વ્યાજદર ઇન્ડુસઇન્ડ બેંક નક્કી કરશે.

વ્યાજ

Paytm પેમેન્ટ્સ બેંકમાં એફડી પર મળે છે 5.5 ટકા વ્યાજ, એફડી તોડવા પર કોઈ પેનલ્ટી નથી

Paytm પેમેન્ટ્સ બેંકમાં એફડી મેચ્યોરિટી પીરિયડ 356 દિવસ છે અને તેના પર 5.5 ટકા વ્યાજ મળે છે. આ એફડીમાં ખાસ વાત એ છે કે મેચ્યોરિટી પીરિયડ પૂર્ણ થતા પહેલા જ એફડી તોડવા પર કોઈ ચાર્જ નહીં લાગે. જોકે તેને 7 દિવસ પહેલા તોડવા પર તમને કોઈ વ્યાજ નહીં મળે.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!