GSTV
Gujarat Government Advertisement

બેંકિંગ ફ્રોડ પર Paytmની સખ્ત કાર્યવાહી, સરકારને સોંપ્યા 3500 નંબરોનું લિસ્ટ

Last Updated on January 25, 2020 by Mansi Patel

ડિજીટલ ઈન્ડિયાના સમયમાં બેંકિંગ ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ફૅક કોલ અથવા મેસેજ દ્વારા ગ્રાહકો પાસેથી ખાનગી જાણકારીઓ લઈને તેમનાં એકાઉન્ટમાંથી ચોરી કરવામાં આવી રહી છે.

તેનાથી બચવા માટે બેંકો તરફથી ગ્રાહકોને સમય-સમય પર એલર્ટ આપવામાં આવે છે. જોકે, હવે પેટીએમ પેમેન્ટ બેંકે ફ્રોડ કોલ અથવા મેસેજનો સામનો કરવા માટે એક અલગ પ્રકારનું કામ કર્યુ છે.

એક ખાનગી ન્યૂઝ એજન્સી મુજબ પેટીએમ પેમેન્ટ બેંકે નાણામંત્રાલય, ટ્રાઈ અને સીઈઆરટી-ઈનને 3500 નંબરોની યાદી મોકલી છે. આ ફોન નંબરો દ્વારા ગ્રાહકોને છેતરીને જાળમાં ફસાવવા માટે કોલ કરવામાં આવે છે.

એટલું જ નહી, પેટીએમ પેમેન્ટ બેંકનાં ફ્રોડને રોકવા માટે આ લોકોની સામે સાઈબર સેલમાં પણ એફઆઈઆર નોંધવામાં આવે છે. ટ્રાઈ ટેલિકોમ કંપનીઓને રેગ્યુલેટ કરતી સંસ્થા છે. જ્યારે સીઈઆરટી- આ કોમ્પ્યુટર સુરક્ષા સંબંધી મામલાઓમાં કાર્યવાહી કરતી એજન્સી છે.

પેટીએમ પેમેન્ટ બેંક તરફથી કહેવામાં આવ્યુ છેકે, આ નંબરોની ઓળખ કરીને ભવિષ્ટમાં છેતરપિંડી અને ગોટાળાઓની વિધિ પ્રવર્તન એજન્સીઓ, નિયામકો અને ટેલિકોમ ઓપરેટરોનાં સહયોગને રોકી શકાય છે. પેટીએમ પેમેન્ટ બેંક મુજબ, ફેક કોલ અથવા મેસેજને કારણે ડિજીટલ ચૂકવણી કરનારા ગ્રાહકો પ્રભાવિત થઈ રહ્યા છે.

શું હોય છે પેમેન્ટ બેંક?

દરેક ઘરમાં બેંકિંગ સુવિધા પહોંચાડવા માટે આરબીઆઈએ 2015માં પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી. તેના માટે આરબીઆઈએ નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કોર્પોરેશન, મોબાઈલ ફોન સેવા આપતી કંપનીઓ અથવા તો સુપર માર્કેટ ચેન વગેરેને પેમેન્ટ બેંક શરૂ કરવાની છૂટ આપી છે.

આ બેંકોને મોટી રકમ જમા તરીકે સ્વીકારવાની પરવાનગી હોતી નથી. તેના સિવાય આ બેંક લોન આપી શકતી નથી જોકે, એટીએમ/ ડેબિટ કાર્ડ જરૂર આપી શકે છે. પરંતુ ક્રેડિટ કાર્ડ મળી શકતા નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

માસિકની પીડા અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે બ્રાઉન શુગર, ફાયદાઓ જાણ્યા પછી ખાવાનું ચાલુ કરી દેશો

Harshad Patel

આનંદો/ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થશે થિયેટર અને મલ્ટીપ્લેક્ષ, 27 તારીખથી ગાઈડલાઈન સાથે શરૂ થશે થિયેટર

pratik shah

‘બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે નથી કરાવી સર્જરી’, એક્ટ્રેસે શા માટે આપવી પડી સફાઈ ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!