ડિજિટલ પેમેન્ટ (Digital Payment) સુવિધા ઉપલબ્ધ કરાવનારી કંપની PAYTM એ પોતાના પેમેન્ટ્સ બેંક (PPBL) ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ (FD) કરાવવા માટે બે વિકલ્પ આપી રહી છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકે ગ્રાહકોને એફડીની સુવિધા આપવા માટે ઇંડસઇંડ બેંક બાદ હવે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક (Suryoday Small Finance Bank) સાથે ભાગીદારી કરી છે. હવે PPBL ના ગ્રાહક બંનેમાંથી મનપસંદ બેંકના એફડી રેટ્સ અને અન્ય શરતો પર પેટીએમ બેંક સાથે ફિક્સ ડિપોઝિટ કરાવી શકશે.

હવે ગ્રાહકોને બે પાર્ટનર બેંકોમાંથી કોઇ એકને પસંદ કરવાનો મોકો મળશે
પેટીએમ પેમેન્ટ્સ બેંક હાલમાં ઇન્ડસઇન્ડ બેંક (IndusInd Bank) સાથે મળીને પોતાના ગ્રાહકોને ઓછામાં ઓછાં 100 રૂપિયાની ડિપોઝિટ સાથે FDની સુવિધા આપી રહી છે. હવે SSFBની સાથે નવી ભાગીદારીથી પીપીબીએલ મલ્ટી પાર્ટનર એફડી સર્વિસ આપનાર દેશની પ્રથમ પેમેન્ટ્સ બેંક બની ગઇ છે. જેનાથી ગ્રાહકોને બે પાર્ટનર બેંકોમાંથી કોઇ એકને પસંદ કરવાનો મોકો મળશે. પીપીબીએલએ જણાવ્યું કે, ગ્રાહક હવે FD માટે બંને પાર્ટનર બેંકો દ્વારા રજૂ કરવામાં આવેલ રજૂઆતોની તુલના કરી શકશે. જેનાથી ગ્રાહકને ન્યૂનતમ થાપણ, વ્યાજ દર, FDના સમયગાળામાંથી પોતાને અનુસાર ઉત્તમમાં ઉત્તમ પસંદગી કરવાનો મોકો મળશે.

સમય સાથે FD તોડતા કોઇ પણ પ્રકારની પેનલ્ટી નહીં
PPBL ના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી (MD & CEO) સતીશ ગુપ્તાએ જણાવ્યું કે, ‘અમે અમારા ખાતાધારકોને FD માટે ફ્લેક્સિબિલિટી ઉપલબ્ધ કરાવવા સૂર્યોદય સ્મૉલ ફાઇનાન્સ બેંકની સાથે ભાગીદારી કરી છે. ગ્રાહક પોતાની સુવિધા અને ફાયદાની તુલના કરીને મનપસંદ પાર્ટનર બેંકની પસંદગી કરી શકે છે. તમને જણાવી દઇએ કે PPBL સમય પહેલાં FD તોડવા પર ગ્રાહકો પાસેથી કોઇ પણ પ્રકારની પેનલ્ટી નથી લેતા. સૂર્યોદય સ્મૉલ ફાઇનાન્સ બેંકના MD અને CEO ભાસ્કર બાબુનું કહેવું છે કે, એક સ્મૉલ ફાઇનાન્સ બેંક તરીકે અમારું ફોકસ સારા ગ્રાહક અનુભવ સાથે ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવવાનું છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથેની ભાગીદારી ગ્રાહકોને બચત કરવામાં વધારે સક્ષમ બનાવશે.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર