GSTV
Gujarat Government Advertisement

LPG ઓફર / રસોઇ ગેસ સિલિન્ડર પર મળશે રૂપિયા 800ની છૂટ!, જલ્દી કરો આ છે છેલ્લી તારીખ

Last Updated on May 6, 2021 by Dhruv Brahmbhatt

પેટ્રોલ-ડીઝલ આ મહીને સતત ત્રીજા દિવસે મોંઘો થયો છે. રસોઇ ગેસ પણ 809 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. તમે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર છૂટ તો નહીં મેળવી શકો કારણ કે આ તેલની કંપનીઓના હવાલે છે, પરંતુ તમે LPG એટલે કે, રસોઇ ગેસ સિલિન્ડર પર ભારે છૂટ હાંસલ કરી શકો છો, તે પણ પૂરા 800 રૂપિયા સુધી. તો અહીં જાણીશું કે આખરે કેવી રીતે….

LPG સિલિન્ડર પર 800 રૂપિયા સુધીની છૂટ!

Paytm એ આ મહીને પણ LPG ની બુકિંગ અને પેમેન્ટ પર પોતાના ગ્રાહકો માટે બમ્પર ઓફરની રજૂઆત કરી છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને 809 રૂપિયાવાળા ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મળી શકે છે. આ કેશબેક (Cashback) ઓફર અંતર્ગત જો કોઇ ગ્રાહક પ્રથમ વખત એપના આધારે ગેસ સિલિન્ડર બુક કરશે તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક પણ મળી શકે છે.

paytm

Paytm પર કેવી રીતે મળશે કેશબેક?

જો તમે પણ Paytm ની આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો તો તમારી પાસે 31 મે 2021 સુધીનો મોકો છે. આ ઓફર માત્ર એ જ ઉપભોક્તાઓ માટે છે કે જે પ્રથમ વખત LPG સિલિન્ડરનું બુકિંગ અને પેમેન્ટ Paytm થી કરશે. જ્યારે તમે LPG સિલિન્ડરનું બુકિંગ અને પેમેન્ટ કરશો તો ઓફર અંતર્ગત તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે, જેની કેશબેક વેલ્યુ 800 રૂપિયાની હશે. આ ઓફર આપમેળે જ LPG સિલિન્ડરનું બુકિંગ પર એપ્લાય થઇ જશે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર જ એપ્લાય થશે. કેશબેક માટે તમારે સ્ક્રેચ કાર્ડને ખોલવાનું રહેશે, જે બિલ પેમેન્ટ બાદ તમને મળશે. કેશબેકની રકમ 10 રૂપિયાથી લઇને 800 રૂપિયા સુધી હોઇ શકે છે. આ સ્ક્રેચ કાર્ડને તમારે 7 દિવસની અંદર ખોલવાનું રહેશે, જ્યાર બાદ તેનો ઉપયોગ નહીં કરી શકો.

આવી રીતે કરવું પડશે બુકિંગ

આ ઓફરનો લાભ ઉઠાવવા ઇચ્છો છો તો સૌ પહેલાં તમારે તમારા મોબાઇલ ફોનમાં Paytm App ને ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ તમારી ગેસ એજન્સી દ્વારા સિલિન્ડર બુકિંગ કરવાનો રહેશે. એ માટે Paytm App માં Show more પર જઇને ક્લિક કરો, પછી Recharge and Pay Bills પર ક્લિક કરો. ત્યાર બાદ તમારે book a cylinder નો વિકલ્પ દેખાશે. અહીં જઇને તમારે તમારા ગેસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો. બુકિંગ પહેલાં તમારે FIRSTLPG નો પ્રોમો કોડ નાખવાનો રહેશે. બુકિંગના 24 કલાકની અંદર જ તમારે કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસની અંદર જ ઉપયોગ કરવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!