રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર, પેટીએમ પરથી બુકિંગ પર કપાશે નહીં ટાન્ઝેક્શન ચાર્જ

રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર. જો તમે ટિકિટ બુક કરાવ્યા બાદ ડિજીટલ માધ્યમથી ચૂકવણી કર્યા બાદ કપાતા ટ્રાન્જેક્શન ચાર્જથી પરેશાન છો તો પછી હવે તમને મોટી રાહત મળશે. મોબાઇલ વૉલેટ કંપની પેટીએમે ટિકિટ બુકિંગ કરાવવા પર કપાતા બધા દરને માફ કરી દીધા છે. આ સુવિધા પેટીએમની એપ અને વેબસાઇટ બંને પર મળશે.

પેટીએમે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હવે આપણા ગ્રાહક સેવા શુલ્ક, પેમેન્ટ ગેટવે શુલ્ક અથવા કોઇ પણ અન્ય પ્રકારની લેવડ-દેવડમાં ટેક્ષ, ગેટવે અને સેવા શુલ્ક આપ્યા વગર પેટીએમ પરથી ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે.

એક મિનિટમાં ચેક થઇ જશે પીએનઆર

કંપનીએ કહ્યું છે કે હવે પ્રવાસી તેની મોબાઇલ એપ અથવા વેબસાઇટ પર પીએનઆર સ્ટેટસ ચેક કરવાથી લઇને ટિકિટ બુક કરાવવી બધા કામ એક મિનિટની અંદર થઇ જશે અને ટીકિટ રદ્દ કરાવવા પર પણ રિફંડ તાત્કાલિક મળી જશે.

હોળી માટે શરૂ થઇ બુકિંગ

જો તમે માર્ચમાં હોળીના તહેવાર પર ઘરે જવા માટે ટિકિટ બુકિંગ ખુલવાની રાહ જોઇ રહ્યાં છો તો કંપનીએ અત્યારથી જ ઑફર શરૂ કરી દીધી છે. કંપનીએ હોળી માટે અત્યારથી એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂ કરી દીધુ છે.

ઘટ્યો તત્કાલ ટિકિટનો સમય

પેટીએમે પોતાની એપ પર તત્કાલ ટિકિટને બુક કરાવવાના સમયમાં કપાત કરી દીધી છે. પ્રથમ પેટીએમ પર દરરોજ સવારે 11.30 વાગ્યે તત્કાલ ટિકિટોની બુકિંગ શરૂ થતી હતી, જે હવે 11.15થી કરી શકાશે. 15 મિનિટનો સમય ઘટવાથી ઘણા લોકોને ફાયદો મળશે, જેને આઈઆરસીટીસીની વેબસાઇટ પર તત્કાલ ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter