GSTV

જલ્દી કરો/ LPG ગેસ સિલિન્ડર બુક કરવા પર મળશે 10 હજાર રૂપિયાનુ સોનું, ઑફર જાણશો તો ઝૂમી ઉઠશો

lpg

Last Updated on October 14, 2021 by Bansari

વધતા સિલિન્ડરના ભાવોએ સામાન્ય માણસના રસોડાનું બજેટ બગાડ્યું છે. પરંતુ આવી સ્થિતિમાં, જો તમને મોંઘા ગેસ સિલિન્ડર બુક કરાવવા પર 10000 રૂપિયાનું સોનું જીતવાની તક મળે, તો આનાથી સારી તક બીજી કઇ હોઈ શકે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે ગેસ સિલિન્ડર બુક કરાવવા પર 10000 રૂપિયા સુધીનો ફાયદો મેળવી શકો છો. નવરાત્રિના દિવસોમાં LPG કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસ લિમિટેડ (HPCL) તેના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવી છે

કંપનીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપી અને કહ્યું કે નવરાત્રિના અવસરે ગ્રાહકોને ગેસ સિલિન્ડરની ખરીદી પર 10 હજાર રૂપિયા સુધીનું સોનું જીતવાની તક આપવામાં આવી રહી છે. જોકે આ ઓફર અમુક સમય માટે જ છે. તો ચાલો તેના વિશે વિગતે જાણીએ…

lpg

શું છે ઓફર?

જો યુઝર ઓનલાઈન પેમેન્ટ સર્વિસ Paytm દ્વારા ગેસ બુક કરશે, તો તેને 10 હજાર રૂપિયા સુધીનું ગોલ્ડ જીતવાની તક મળશે. એટલે કે, તમારે તમારું સિલિન્ડર Paytm દ્વારા બુક કરાવવું પડશે અને તમે 10 હજાર રૂપિયા સુધીનું સોનું મેળવી શકો છો.

ક્યાં સુધી વેલિડ છે આ ઓફર?

આ ઓફર 7 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી વેલિડ છે. એટલે કે, આ ઓફરનો લાભ લેવા માટે તમારી પાસે માત્ર 2 દિવસ બાકી છે. નવરાત્રિ ગોલ્ડ ઓફર હેઠળ દરરોજ 5 લકી વિનર પસંદ કરવામાં આવશે. આ પછી, વિનરને પેટીએમ તરફથી 10,001 રૂપિયાનું 24 કેરેટ સોનું આપવામાં આવશે.

lpg

કેવી રીતે કરશો બુકિંગ?

  • ગેસ બુક કરવા માટે પહેલા તમારે Book Gas Cylinder પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારો ગેસ પ્રોવાઇડર સિલેક્ટ કરો.
  • હવે મોબાઈલ નંબર, એલપીજી આઈડી અને કંઝ્યુમર નંબર એન્ટર કરો.
  • હવે તમારા પેમેન્ટ મોડને પસંદ કરીને, તમે Paytm Wallet, Paytm UPI, Cards, Net Banking પસંદ કરી શકો છો.
  • આ સિવાય, તમે પેટીએમ પોસ્ટપેડ વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
  • પેમેન્ટ સાથે જ તમારું ગેસ સિલિન્ડર બુક થઇ જશે.

Paytm થી બુકિંગ કરવા પર ઘણા ફાયદા મળશે

આ ઓફર માત્ર ગેસ સિલિન્ડરની બુકિંગ અને પેમેન્ટ પર લાગુ થશે. જો કે, જો યુઝર્સ પેટીએમથી ગેસ સિલિન્ડર બુક કરે છે, તો તેમને અન્ય ઘણા લાભો પણ મળશે. દરેક સિલિન્ડર બુકિંગ પર યુઝર્સને 1000 કેશબેક પોઇન્ટ આપવામાં આવી રહ્યા છે.

Read Also

Related posts

આઉટ ઓફ કંટ્રોલ ઇંધણના ભાવ! આજે ફરી થયું પેટ્રોલ-ડીઝલ મોંઘુ, જાણો લેટેસ્ટ અપડેટ

Damini Patel

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel

પોલીસની દાદાગીરી/ મફતમાં ફ્રૂટ ન આપતા નશામાં ધૂત પોલીસે સગર્ભાના પેટ પર લાત મારી, પોણા ત્રણ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!