GSTV

પેટીએમ મનીએ શરૂ કરી સ્ટોક ટ્રેડિંગ સર્વિસ, આ રીતે ખોલી શકશો એકાઉન્ટ અને આ મળશે સુવિધા

સૌથી મોટી મોબાઇલ વોલેટ કંપની પેટીએમ મની(Paytm Money)એ આ સપ્તાહની શરૂઆતમાં સ્ટોક ટ્રેડિંગ સર્વિસને રોલ આઉટ કરી છે. પેટીએમ પોર્ટફોલિયોમાં પહેલાંથી જ મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેંશન સ્કિમ(NPS) છે. સ્ટોક ટ્રેડિંગ ઓપ્શન હાલ એન્ડ્રોઇડ યુઝર્સ દ્વારા એક્સેસ કરવામાં આવશે અને ટુંક સમયમાં જ આ સુવિધાને IOS યુઝર્સ માટે ચાલુ કરવામાં આવશે. કંપની આના પર હાલ કામ કરી રહી છે.

ગત ડિસેમ્બરમાં જ પેટીએમ મનીને સ્ટોક ટ્રેડિંગ સર્વિસ શરૂ કરવાની અનુમતિ

પેટીએમ મનીને સ્ટોક ટ્રેડિંગ સર્વિસ શરૂ કરવાની અનુમતિ સેબીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ આપી દિધી હતી. પેટિએમ મની પર એકાઉન્ટ ખોલવાથી લઇને કેવાઇસી સુધીની તમામ પ્રક્રિયા પેપર લેસ છે. જેમાં ડિઝિટલ કેવાયસી સુવિધા છે. આ સાથે પુરી પ્રોસેસ માત્ર 24 જ કલાકનો સમય લાગે છે. ગ્રાહક તેમા પ્રાઇઝ એલર્ટ સેટ કરી શકે છે, સાથે જ 50 શેર સુધી રિયલ ટાઇમ પ્રાઇઝ ચેંજને ટ્રેક કરવા સુધીની વોચલિસ્ટ બનાવી શકે છે.

આ રીતે ખોલો પેટીએમ મનીથી ડીમેટ એકાઉન્ટ

આનાથી તમને માર્કેટની અપડેટ જાણકારી મળશે. જેનાથી ક્યો શેર ફાયદામાં ચાલી રહ્યો છે અને ક્યો નુક્સાનમાં તેના પર માર્કેટ વિવેચકો વિવરણ કરી શકશે.  આ રીતે ખોલો પેટીએમ મનીથી ડીમેટ એકાઉન્ટ-સૌથી પહેલા ઓપન ડીમેટ એકાઉન્ટ પર ક્લિક કરો અને ફોર્મ ભરો ત્યાર બાદ તમને પેટીએમ એક્સીક્યુટિવનો ફોન આવશે તેમને મોબાઇલમાં એસએમએસ દ્વારા તમારા ઇમેલ આઇડી પર લિન્ક મળશે. જે લિન્ક પર જાઓ અને તમારી કેવાઇસી પુરી કરો.

પ્રોસેસ પુરી થયાના 24 કલાકમાં આઇડી અને પાસવર્ડ મળી જશે

કેવાઇસી પ્રોસેસ માટે તમે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે, પ્રોસેસ પુરી થયાના 24 કલાકમાં આઇડી અને પાસવર્ડ મળી જશે. પેટીએમ મની સ્ટોક બ્રોકિંગ પ્લેટફઓર્મ માટે શુલ્ક-પેટીએમ મની પર એકાઉન્ટ ખોલવા માટે 300 રૂપિયા અને ડિઝિટલ કેવાઇસી માટે 200 રૂપિયા ચાર્જ લાગશે.

READ ALSO

Related posts

વરસાદ/ દક્ષિણ ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની નૉનસ્ટોપ બેટિંગ, ખેડૂતો ચિંતિત

Bansari

સોના-ચાંદીના ભાવો થયો ઘટાડો, ભારતમાં 50 હજાર રૂપિયાથી નીચે આવી શકે છે કિંમત

Mansi Patel

દિવા તળે અંધારું : સુરત મ્યુનિ.ની જ 154 મિલકતો બિસ્માર હાલતમાં, ઉતારી પાડવી પડે તેટલી જર્જરિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!