GSTV

Paytm હવે દુનિયાને વેચશે ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટ, ઈન્ટરનેશનલ માર્કેટમાં એન્ટ્રીની સાથે કર્યુ આ મોટું એલાન

પેટીએમના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પેટીએમ મોલ(Paytm Mall) હવે દુનિયામાં ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટસ વેચશે. કંપનીએ એક્સપોર્ટ સેક્ટરમાં પગલાં માંડતા ભારતમાં બનેલાં પ્રોડક્ટસની નિકાસ માટે સૌથી મોટું ટ્રેડિંગ હાઉસ બનાવવાનું લક્ષ્ય રાખ્યુ છે. રિપોર્ટ મુજબ, કંપનીનાં સંચાલનનાં બે વર્ષની અંદર 500 કરોડ રૂપિયાની ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યૂ (GMV)નું લક્ષ્ય રાખ્યુ છે. પેટીએમ મોલના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ મિશ્રાએ નિવેદનમાં કહ્યુકે, તેમણે નિકાસમાં પ્રવેશ ભારતીય પ્રોડક્ટસને દુનિયાભરનાં બજારોમાં પહોંચાડવાના ઉદ્દેશની સાથે પગલું ભર્યુ છે.

કંપની ડેવલોપ કરી રહી છે નેટવર્ક

મિશ્રાએ એવું પણ કહ્યુકે, તેમનાં પ્રયાસો દુનિયાભરનાં ગ્રાહકો માટે મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટસને ખરીદવા માટે સૌથી મોટું ગેટવે બનાવવાનું છે. તેમણે કહ્યુકે, કંપનીની પાસે સપ્લાયર્સનું ઉત્તમ નેટવર્ક છે.  તેઓ આખા વિશ્વમાં તેનો વિકાસ કરી રહ્યા છે. પેટીએમ મોલ વૈશ્વિક બજારોમાં ભારતના ઉત્પાદનોનો પ્રચાર કરવા માટે  અનેક મોટા ભાગીદારો વાતચીત કરી રહ્યુ છે, જેમાં Mawarid Distribution, Mayar Foods વગેરેનો સમાવેશ થાય છે. કંપનીએ દક્ષિણ-પૂર્વ એશિયા, મિડલ ઈસ્ટ, કેનેડા, અમેરિકા અને આફ્રિકામાં ભારતીય પ્રોડક્ટસ માટે બજારનો વિસ્તાર કર્યો છે. તેનાંથી ભારતીય વિક્રેતાઓ  માટે વેપારની તકો વધશે અને તેનો વિસ્તાર થશે. તેની સાથે જ કંપની નવા સેક્ટરમાં હાલનાં વેપારી ભાગીદારોની કુશળતા વધારી રહી છે.

કંપનીનો ઉદ્દેશ વધારે તકોનો લાભ લેવાનો

પોતાના સંચાલનને બે વર્ષની અંદર 500 કરોડ રૂપિયા GVMના લક્ષ્યને ધ્યાનમાં રાખતાં પેટીએમ મોલ આ સેન્ટર્સમાં પોતાની ટીમને સ્થાપિત કરી રહી છે. તેનો ઉદ્દેશ્ય વધારે તકોનો લાભ લેવાનો  અને વ્યવસાયને વધુ સારી રીતે ચલાવવાનો છે. પેટીએમ ઇ-કોમર્સ પ્રાઈવેટ લિમીટેડની માલિકીની પેટીએમ મોલ ભારતનાં ઈ-કોમર્સ સેક્ટરમાં પોતાના અનોખા ઓફલાઈન ટુ ઓનલાઈન (O2O) મોડલની સાથે નવી રીતે કામ કરી રહી છે. કંપનીની પાસે મેડ ઈન પ્રોડક્ટસનાં મામલામાં ભારતમાં સૌથી મોટી કેટેગરી છે, જેમાં ચોખા, મસાલા, ચા, ડ્રાયફ્રૂટ, બાજરી, જરૂરી તેલ, quinoa moringa, ઓર્ગેનિક ફૂડ, ફ્રોઝન ફૂડ, તાજા ફળો અને શાકભાજી, પલ્પ અને પેસ્ટ સામેલ છે.

READ ALSO

Related posts

ભારતીય વિદ્યાર્થીઓએ બનાવ્યો અનોખો રોબોર્ટ, કોરોના વોર્ડને સેનિટાઈઝ કરવાની સાથે દર્દીઓને દવા પણ આપશે

Nilesh Jethva

10 હજાર ફૂટની ઉંચાઈએ બરફમાં આતંકી અને સેના વચ્ચે હાથાપાઈ, 5 જવાન શહીદ

Ankita Trada

રાજુલામાં એક માતાએ ત્રણ બાળકો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો, આ હતું કારણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!