GSTV
Gujarat Government Advertisement

તમારા કામનું / આ તારીખ સુધીમાં LPG ગેસ સિલિન્ડર મેળવી શકશો માત્ર 9 રૂપિયામાં જ, જાણો કઇ રીતે

Last Updated on May 8, 2021 by Dhruv Brahmbhatt

પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોએ જ્યાં લોકોને પરેશાન કરી મૂક્યાં છે ત્યાં Paytm LPG ગ્રાહકો માટે એક મોટા રાહતના સમાચારા સામે આવ્યાં છે. પેટીએમ યુઝર્સ LPG સિલિન્ડર પર એક બે નહીં પરંતુ 800 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. Paytm ની આ ઓફર અંતર્ગત ગ્રાહક 809 રૂપિયાની કિંમતવાળા સિલિન્ડરને માત્ર 9 રૂપિયામાં પ્રાપ્ત કરી શકે છે.

Paytm એ તાજેતરમાં જ આ કેશબેક ઓફરની શરૂઆત કરી છે કે જેમાં ગ્રાહક એક ગેસ સિલિન્ડરને બુક કરવા પર 800 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. તમે આ પેટીએમ ઑફરનો લાભ 31 મે, 2021 સુધી લઇ શકો છો.

paytm

જાણો શું છે સંપૂર્ણ ઓફર?

આ ઓફરનો લાભ એવાં ગ્રાહકો લઇ શકે છે કે જે પ્રથમ વાર પેટીએમથી LPG સિલિન્ડર બુક કરી રહ્યાં છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને એક સ્ક્રેચ કાર્ડ આપવામાં આવશે કે જેની કેશબેક વેલ્યુ 800 રૂપિયાની હશે. આ ઑફ ઓટોમેટિકલી પહેલા LPG સિલિન્ડરના બુકિંગ પર એપ્લાય થઇ જશે. આ ઓફરનો લાભ ઓછામાં ઓછાં 500 રૂપિયાના પેમેન્ટ પર મળશે.

કેશબેક માટે ગ્રાહકે સ્ક્રેચ કાર્ડને ઓપન કરવાનું રહેશે કે જે તમને બિલ પેમેન્ટ બાદ મળશે. આ કેશબેક એમાઉન્ટ 10 રૂપિયાથી માંડીને 800 રૂપિયા સુધીનું હોઇ શકે છે. તમારે આ સ્ક્રેચ કાર્ડ 7 દિવસની અંદર જ ઓપન કરવાનું રહેશે. ત્યાર બાદ તમે તે સ્ક્રેચકાર્ડનો ઉપયોગ નહીં કરી શકો.

ઓફર માટે એપ્લાય કરો પ્રોમો કોડ

જો તમે આ ઓફરનો લાભ લેવા ઇચ્છો છો તો તમે પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાર બાદ તમારે ગેસ એજન્સી દ્વારા સિલિન્ડર બુક કરાવવાનો રહેશે. એ માટે પેટીએમ એપમાં Show More પર જાઓ અને બિલ પે કરવા માટે રિચાર્જ પર ક્લિક કરો. ત્યાર બાદ તમને સિલિન્ડર બુક કરવાનો પણ વિકલ્પ મળશે અને પછી ગેસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો. બુકિંગ પહેલાં તમારે FIRSTLPG પ્રોમો કોડ એપ્લાય કરવાનો રહેશે. ત્યાર બાદ 24 કલાકની અંદર જ તમને કેશબેક સ્ક્રેચ કાર્ડ મળશે કે જેને 7 દિવસની અંદર ઉપયોગ કરવાનું રહેશે.

lpg

વર્તમાન સમયમાં સિલિન્ડરની કિંમત છે આટલાં રૂપિયા

વર્તમાનમાં દિલ્હીમાં 14.2 કિ.ગ્રાવાળી ગેર-સબસિડી LPG સિલિન્ડર માટે ગ્રાહકોને 809 રૂપિયા આપવાના હોય છે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 835.50 રૂપિયા છે, મુંબઇમાં 809 રૂપિયા અને ચેન્નઇમાં તે 825 રૂપિયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપ કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાની સતત જાહેરાતો બાદ નેતાઓ થયા દોડતા, ભાજપના નેતાઓએ દાવાને નર્યુ જુઠ્ઠાણું ગણાવ્યું

pratik shah

નવી આફત / કોરોના વાઇરસના નવા વેરિએન્ટે વધાર્યું ટેન્શન, ભારત સહિત 9 દેશોમાં ફેલાઇ ચુક્યો છે મ્યુટેશન

Zainul Ansari

ઘાતક કોરોનાની બીજી લહેર હવે પડી ધીમી , છેલ્લા 24 કલાકમાં 135 કેસો નોંધાયા, આજ સાંજ સુધીમાં કુલ 4,53,300 વ્યક્તિઓનું થયું રસીકરણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!