GSTV

ખુશખબર! વિદેશમાં સામાન વેચી કરો મબલખ કમાણી, Paytm એ શરૂ કરી આ નવી સર્વિસ

ઘરેલુ ઉત્પાદન પ્રોડક્ટને વિદેશમાં નવુ બજાર અપાવવા માટે Paytm મોલે એક નવુ પગલુ ભર્યુ છે. પેટીએમ મોલની સહાયક કંપની પેટીએમ હોલસેલ કોમર્સે દક્ષિણ પૂર્વ એશિયા, પશ્વિમ એશિયા, આફ્રિકા અને અમેરિકા જેવા બજારોમાં ભારતીય ઉત્પાદનોને લઈ જવા માટે ઘણી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે. પેટીએમ પ્રવક્તાએ કહ્યુ કે, પેટીએમ મોલની સહાયક કંપની PWC એક ‘ટ્રેન્ડિગ હાઉસ’ છે અને તેમણે કેટલીક કંપનીઓની સાથે કરાર પણ કર્યા છે. વધુમા તેમણે કહ્યુ કે, હાલ અમે મધ્યસ્થીઓ અને વ્યાપાર શોના માધ્યમથી ગ્રાહકોને શોધી રહ્યા છે.

પેટીએમ મોલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સંજીવ મિશ્રાએ કહ્યુ કે, અમે ભરપૂર ઉર્જા સાથે વૈશ્વિક બજારોમાં ભારતીય ઉત્પાદનોની એક શ્રૃંખલાને લોન્ચ કરવા માટે નિર્યાત બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. અમારો પ્રયાસ છે કે, ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનોને ખરીદવા માટે વૈશ્વિક ઉપભોક્તાઓ માટે આપણે સૌથી મોટુ માધ્યમ બનશે.

આ પ્રોડક્ટને મળશે વૈશ્વિક બજાર

પેટીએમ મોલ જે ભારતીય સામાનને વિદેશી બજારમાં પહોંચાડશે તેમાં ચોખા, મસાલાઓ, ચા, સૂકો મેવો, તાજા ફળ, શાકભાજી, બાજરો, તેલ, જૈવિક ખાદ્ય અને દાળનો સમાવેશ થાય છે.

બિઝનેસમેન માટે આવી નવી ટેકનોલોજી

ઉલ્લેખનીય છે કે, ડિજિટલ પેમેન્ટ પ્રોવાઈડર પેટીએમે પેમેન્ટ માટે એક નવી ટેકનોલોજી લોન્ચ કરી છે, જે થકી વેપારીઓની સુવિધામાં વધારો કરી શકાય છે. કંપનીએ ઓલ-ઈન-વન POS ડિવાઈસ, ક્યૂઆર, પેટીએમ ફેર બિઝનેસ અને પેટીએમ બિઝનેસ ખાતાઓને જાહેર કરવામાં આવશે. કંપનીનુ કહેવુ છે કે, પેટીએમ મોટા અને નાના બિઝનેસ બંનેને પેમેન્ટની સુવિધા આપે છે. અત્યાર સુધીમાં પેટીએમ લગભગ 1 કરોડ 60 લાખ પાર્ટનર્સ સાથે જોડાયુ છે.

બિઝનેસ એપ માટે પેટીએમ

પેટીએમ ફોર બિઝનેસ એપ નાના અને મોટા બિઝનેસમેન માટે પેમેન્ટ ઓપ્શનને સરળ બનાવે છે. આ એપ થકી ડિજિટલ પેમેન્ટને અપનાવીને આ એફ થકી બેન્ક એકાઉન્ટ્સ, UPI એડ્રેસ અને પેટીએમ વોલેટમાં જથ્થાબંધ ચૂકવણી એને ટ્રેકિંગ કરી શકાય છે. આ B2B અને B2C બંને પ્રકારના પેમેન્ટને સરળ બનાવે છે. જે થકી વેન્ડર્સ, કર્મચારીઓના ભથ્થા અને રિવાર્ડ/રિફંડનુ પેમેન્ટ કરી શકાય છે.

પેટીએમ બિઝનેસ ખાતુ

પેટીએમ બિઝનેસ ખાતાને પણ પેટીએમ ફોર બિઝનેસ એપને ઈન્ટીગ્રેટ કરવામા આવી શકે છે. જે થકી તમામ પ્રકારના કામ કરી શકાય છે. જેમ કે, પેમન્ટ ડેટ સેટ કરવી, ઓટોમેટેડ રિમાઈન્ડર્સ સેટ કરવું અને મોબાઈલ પર પેમેન્ટ નોટીફિકેશન મેળવવી, પેટીએમ બિઝનેસ ખાતા થકી રિપોર્ટને ડાઉનલોડ કરી શકાય, ડેલી સેલ્સને ટ્રેક કરી શકાય અને કોઈપણ એડિશનલ કોસ્ટ વગર પણ UPI વોલેટ થકી પેમેન્ટ્સ કલેક્ટ કરી શકાય છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!