GSTV

Paytmએ લૉન્ચ કર્યુ Credit Card, દરેક ટ્રાન્જેક્શન પર મળશે કેશબેક, જાણો બીજુ શું છે ખાસ

Paytm

ચીની કંપની Alibaba બેક્ડ Paytmએ ભારતમાં ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી દીધાં છે. કંપનીએ કહ્યું કે આ ક્રેડિટ કાર્ડ સાથે દરેક ખરીદી પર કેશબેક ઑફર્સ મળશે. Paytmએ કહ્યું છે કે કંપની નેક્સ્ટ જનરેશન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી રહી છે. Paytm Creditનો ટાર્ગેટ આગામી 12થી 18 મહિનાની અંદર 20 લાખ કાર્ડ જારી કરવાનો છે.

Paytm Credit Cardના ફીચર્સ

paytm

Paytm Credit  અનુસાર કંપની ક્રેડિટ કાર્ડ માટે અનેક કાર્ડ ઇશ્યુ કરતી બ્રાન્ડ્સ સાથે પણ પાર્ટનરશિપ કરી રહી છે. જે અંતર્ગત કો-બ્રાન્ડ કાર્ડ જારી કરવામાં આવશે.

Paytm Credit Card સાથે અનેક ખાસ ફીચર્સ આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે તેના યુઝના આધારે સ્પેંડિંગ ટિપ્સ આપવામાં આવશે. તેને એપ દ્વારા મેનેજ કરી શકાશે.

Paytm Credit Cardનો પિન એપ દ્વારા બદલી શકાશે, બ્લોક કરી શકાશે અને એડ્રેસ પણ અપડેટ કરી શકાશે. કંપનીએ કહ્યું કે યુઝર્સ પોતાના ક્રેડિટ કાર્ડનો રિયલ ટાઇમ મેનેજ કરી શકાશે.

Paytm Credit Card સાથે આ સુવિધા પણ મળશે

કાર્ડ સાથે ફ્રોડ માટે ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે દરેક ટ્રાન્જેક્શન સાથે કસ્ટમર્સને કેશબેક મળશે. કેશબેક પેટીએમ ગિફ્ટ વાઉચર તરીતે હશે જેને પેટીએમ ઇકોસિસ્ટમમાં યુઝ કરી શકાશે.

Paytm Credit Card ઇશ્યુ કરવા માટે કંપની કસ્ટમર્સનો ક્રેડિટ સ્કોર અને પેટીએમ ટ્રાન્જેક્શન હિસ્ટ્રી/પરચેઝ પેટર્સને આધાર બનાવશે.

Paytm Credit Card એપ્લીકેશનની પ્રોસેસ પણ ડિજિટલ હશે. પેટીએમ એપ પર કાર્ડ માટે એક ડેડિકેટેડ સેક્શન હશે જ્યાંથી યુઝર્સ તેને મેનેજ કરી શકે છે.

Read Also

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!