GSTV

Twitter પર Paytm એ પોતાના એકાઉન્ટનું નામ બદલ્યુ, જાણો શું છે કારણ !

Paytm

ઈંડિયન ઈ-કોમર્સ પેમેન્ટ સિસ્ટમ અને ફાઈનેંશિયલ ટેકનોલોજી કંપની Paytm એ પોતાના ટ્વીટર એકાઉન્ટનું નામ બદલી Binod કરી લીધુ છે. સમજી શકાય છે કે, Paytm એ આ પગલુ Gabbbar નામના એક ટ્વિટર એકાઉન્ટ દ્વારા ચેલેન્જ આપવામાં આવ્યા બાદ ઉઠાવ્યુ છે. આ Paytm દ્વારા ‘ડન’ કમેન્ટની સાથે આ ટ્વીટને ટોપ પર પિન કરવામાં આવ્યુ છે.

શું છે Binod ?

બિનોદ નામનો આ શબ્દ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. ટ્વિટર પર #Binod ભારતમાં ટોપ ટ્રેંડ્સમાંથી એક છે. આ પર 50k થી વધારે ટ્વીટ કરવામાં આવી ચૂક્યા છે. આ શબ્દની શરૂઆત યુટ્યુબ ચેનલ Slayy Point દ્વારા પોસ્ટ કરેલી વિડિયોથી થઈ હતી. આ વિડિઓમાં પ્રસ્તુતકર્તા અભ્યુદય અને ગૌતમીએ વિચાર્યું હતું કે, તેઓ ભારતીય યુટ્યુબ ચેનલના કમેન્ટ સેક્શનને જોશે.

અજીબ-ગરીબ કમેંટ્સને વાંચવાનુ શરૂ

ચેનલ દ્વારા ‘Why Indian Comments Section is Garbage (BINOD)’ નામના ટાઈટલવાળા બનાવવામાં આવેલ આ વીડિયોમાં તેમણે કમેન્ટ સેક્શનના અજીબ-ગરીબ કમેંટ્સને વાંચવાનુ શરૂ કર્યુ. તેમાંથી કમેન્ટ ‘Binod’ હતો. જેથી Binod Tharu નામના યૂઝરે પોસ્ટ કર્યુ છે. Slayy Point ના વીડિયો વાયરલ થઈ ગયુ છે અને ઘણી ઈન્ડિયન યૂટ્યૂબ કંટેટ ક્રિએટર્સને નોટિસ આપી હતી કે, તેમના કમેન્ટ સેક્શનમાં ઘણી જગ્યાએ Binod લખવામાં આવ્યુ છે. હવે આ પર નેટિજન્સ ફની મીમ્સ પોસ્ટ કરી રહ્યા છે. તેની જ ચેલેન્જ લેતા Paytm એ પણ પોતાનુ નામ ટ્વીટર પર બદલીને Binod રાખી લીધુ છે.

READ ALSO

Related posts

પંજાબ- હરિયાણા બાદ હવે કૃષિ બિલનો ગુજરાતમાં પણ વિરોધ, આમ આદમી પાર્ટીએ સરકાર સામે ફૂક્યું રણશીંગુ

Nilesh Jethva

મોટા સમાચાર/ મોદી સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો ભારત બની જશે આત્મનિર્ભર, 24 સેક્ટરમાં સરકાર બદલી રહી છે નિયમો

Karan

કામના સમાચાર/ ગુજરાતના કૃષિમંત્રીએ વિપક્ષના વિરોધ વચ્ચે રાહતની ડેડલાઈન પણ કરી દીધી જાહેર, ખેડૂતોની સુધરી જશે દિવાળી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!