Last Updated on April 6, 2021 by Chandni Gohil
ઘણી વખત એવું બને છે કે તમને અચાનક પૈસાની જરૂર હોય છે. આ સમયે, જો તમે બેંકમાં લોન માટે અરજી કરો છો, તો તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં ઘણો સમય લે છે. આ સાથે, આવા ઘણા દસ્તાવેજો માંગવામાં આવે છે, જે તમે પૂર્ણ પણ કરી શકતા નથી. જો આવી સ્થિતિ તમારી સાથે આવે છે, તો પેટીએમ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે, કારણ કે હવે તમે પેટીએમ પાસેથી પણ લોન લઈ શકો છો જેની સાથે તમે બિલ ભરતા હતા.
કેટલાક મહિના પહેલા જ પેટીએમે લોકોને ઈન્સ્ટન્ટ પર્સનલ લોન આપવા માટે નવી સૂવિધા શરૂ કરી છે. જેથી પેટીએમના કેટલાક ખાસ ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક લોન આપવામાં આવે છે. જેની ખાસ વાત એ છે કે, તમારે આ લોન માટે વધારે રાહ જોવી પડતી નથી. જો તમે લોન માટે એલિજીબલ છો તો તમને કેટલીક મિનિટોની અંદર 2 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. એવામાં જાણીએ કે, તમે કેવી રીતે લોન લઈ શકો છો. અને તેની પુરી પ્રોસેસ શું છે ?

તમામ ઓનલાઈન સર્વિસ
પેટીએમની આ લોનમાં પુરી પ્રોસેસ ઓનલાઈન હોય છે. તમારે લોન લેવા માટે એકપણ વાર કોઈ બેંક વગેરેમાં જવાની જરૂર હોતી નથી. ખાસ વાત એ છે કે, લોન લેવાની પુરી પ્રોસેસ 2 મિનિટમાં જ પુરી થઈ જાય છે. અને 2 મિનિટની અંદર જ તમારા ખાતામાં પૈસા ટ્રાંસફર થઈ જાય છે. તમે પેટીએમની આ સેવા નો લાભ નેશનલ હૉલિડે અને રવિવારે રજાના દિવસે પણ ઉઠાવી શકાય છે. અથવા કોઈપણ દિવસે તેનો ફાયદો ઉઠાવી શકાય છે.
કયા લોકોને મળે છે લોન?
આ નવી ઈનસ્ટન્ટ લોન નોકરીયાત, નાના વેપાર માલિકો અને પ્રોફેશનલ લોકોને મળે છે. તેમાં તમારા ક્રેડિટ સ્કોરના આધાર પર લોન મળે છે. સાથે જ પેટીએમના આ લોનને 18-36 મહિનામાં ચૂકવવાની હોય છે. અને તમે તેના હિસાબે પેમેન્ટ કરી શકો છો. કંપનીએ કહ્યુ છે કે, આ સૂવિધા આપવા માટે કેટલીક NBFC અને બેંકો સાથે સમાધાન કર્યુ છે અને તમે પેટીએમ એપથી પુરા અકાઉન્ટને મેનેજ કરી શકો છો.

કેવી રીતે લઈ શકો છો લોન?
જો તમે પણ પેટીએમ દ્વારા લોન લેવા માંગો છો તો તમારે Paytm એપના ફાઈનાન્શિયલ સર્વિસ સેક્શનમાં જઈને અને ત્યારબાદ પર્સનલ લોન ટેબ પર ક્લિક કરીને આગળની પ્રોસેસને પુરી કરી શખો છો. જે બાદ તમારી પાસેથી માંગવામાં આવેલી જાણકારી આપવા પડશે. અને તેની એલિઝિબિલિટી જોવામાં આવશે. અને તે બાદ તમારા ખાતામાં પૈસા ટ્રાંસફર કરવામાં આવશે.
READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
