GSTV
Home » News » ઓનલાઈન ગેમ રમવાના શોખીન ચોથા ધોરણના વિદ્યાર્થીએ પિતાના 35,000 સ્વાહા કરી નાખ્યા

ઓનલાઈન ગેમ રમવાના શોખીન ચોથા ધોરણના વિદ્યાર્થીએ પિતાના 35,000 સ્વાહા કરી નાખ્યા

ઓનલાઈન ગેમની દીવાનગી એટલી હદ સુધી વધી ગઈ છે કે એક દીકરાએ તેના પિતાના એકાઉન્ટમાંથી ઉડાવી દીધા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ચોથા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીએ ઓનલાઈન ગેમ રમતાં છેતરપિંડીનો સહારો લીધો. રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે એક વિદ્યાર્થીએ તેના પિતાના મોબાઈલમાં પેટીએમ એકાઉન્ટ ખોલીને બેંકના ખાતામાંથી હજારો રૂપિયા કાઢી લીધા.

પિતાના સામે જ્યારે ટ્રાન્જેક્શનનો રિપોર્ટ આવ્યો તો તેણે ફરિયાદ સાઈબર સેલમાં કરી, જેના પછી તપાસ શરૂ કરવામાં આવી. પુત્રની આ કરતૂતની જાણ પિતાને નહોતી અને તપાસ પછી ખ્યાલ આવ્યો. સાઈબર સેલમાં સામે આવ્યું કે એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન પોતાના મોબાઈલમાંથી જ થયું છે. આ જાણીને પિતા અને પોલિસ બંને દંગ રહી ગયા હતા. બાળક પર શક ન જવાના કારણે તેને કોઈ પણ જાતની પૂછતાછ કરવામાં ન આવી, પણ પોલીસવાળાને કંઈ ન મળતાં બાળક સાથે પૂછતાછ કરી, જેના પછી બાળકે બધું સાચેસાચે કહી દીધું.

ધોરણ 4માં ભણનારો વિદ્યાર્થી હંમેશાં ઓનલાઈન ગેમ રમતો હતો. કેટલીક ઓનલાઈન ગેમ ડાઉનલોડ કરવા માટે પૈસાની જરૂર હોય છે. જેમાં ઓનલાઈન પેમેન્ટની માગ હોય છે. આ રીતે પેમેન્ટ કરવા માટે બાળકે પદ્ધતિ અપનાવી. તેણે 2018માં તેના પિતાના મોબાઈલમાં છાનામાના પેટીએમ એકાઉન્ટ ખોલી નાખ્યું. તેના પછી પેટીએમને પિતાના બેન્ક એકાઉન્ટ સાથે જોડી દીધું. અને તેની મદદથી પેટીએમ વોલેટમાં કેટલાક પૈસા ટ્રાન્સફર કરી દીધા. પહેલા તો તેણે ઓછા પૈસા ટ્રાન્સફર કર્યા, જેનાથી પિતાને ખબર ન પડી. પછી તે બાળકે ઓનલાઈન પેમેન્ટ માટે આ પેટીએમ વોલેટનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો. પેટીએમમાં પૈસા પૂરા થઈ જવા પર તે ફરી પિતાના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરતો હતો. આ રીતે તેણે છેલ્લા 1 વર્ષમાં તેના પિતાના એકાઉન્ટમાંથી 35 હજાર રૂપિયા ચોરી લીધા. તપાસ કરી અને ખ્યાલ આવ્યો તો પોલીસે પિતા-પુત્રને સમજાવીને ઘરે મોકલી દીધા.

Read Also

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!