GSTV
Home » News » લૉન્ચ થયું ‘પેટીએમ ફર્સ્ટ’ લૉયલ્ટી પ્રોગ્રામ, મળશે રૂપિયા 1200 સુધીનું બેનિફિટ

લૉન્ચ થયું ‘પેટીએમ ફર્સ્ટ’ લૉયલ્ટી પ્રોગ્રામ, મળશે રૂપિયા 1200 સુધીનું બેનિફિટ

paytm headquarter

ભારતની લીડિંગ મોબાઈલ વૉલેટ કંપની પેટીએમએ પોતાની પ્રીમિયમ સબ્સક્રિપ્શન બેસ્ડ લૉયલ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેને paytm first પેટીએમ ફર્સ્ટ નામ આપવામાં આવ્યું છે. આ સર્વિસ દ્વારા પેટીએમ એમેઝોન પ્રાઈમ અને ફ્લિપકાર્ટ પ્લસને ટક્કર આપવા ઈચ્છે છે. આ પ્રોગ્રામમાં સબ્સક્રાઈબર્સને કોઈ પણ કેટેગરીમાં બેનિફિટ્સ મળશે. તેમાં ફૂડ, ટ્રાવેલ, એન્ટરટેનમેન્ટ જેવી કેટેગરી સામેલ છે. આ સર્વિસ દ્વારા પેટીએમ વાર્ષિક 750 રૂપિયા ચાર્જ લઇ રહી છે.

આ પ્રોગ્રામના લોન્ચિંગ પર કંપનીએ એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું, ‘પેટીએમ ફર્સ્ટ એક પ્રીમિયમ સબ્સક્રિપ્શન બેસ્ડ રીવોર્ડ અને લૉયલ્ટી પ્રોગ્રામ છે. આ સાથે અમે પોતાના રેગ્યુલર ઑફર્સથી વધારે એક્સક્લૂઝીવ બેનિફિટ્સ આપીશું.’

રૂપિયા 100નું કેશબેક

આ પ્રોગ્રામ માટે પેટીએમ 750 રૂપિયા વાર્ષિક ચાર્જ વસૂલી રહી છે. ઑફરની શરૂઆતમાં કંપની 1500 પ્રારંભિક ગ્રાહકને 100 રૂપિયા સુધીનું કેશબેક આપશે. કેશબેક બાદ ઈફેક્ટિવ પ્રાઈસ 650 રૂપિયા થઇ જશે. આ કેશબેક ઑફર મર્યાદિત સમય માટે છે.

રૂપિયા 1200 સુધીનું કેશબેક

આ પ્રોગ્રામમાં પેટીએમ 1200 રૂપિયા સુધીના બેનિફિટ્સ ઑફર કરી રહી છે. જેમાં જોમેટો ગોલ્ડ મેમ્બરશિપ, વાર્ષિક ગીત, મેમ્બરશિપ, વાર્ષિક સોની લાઈવ સબ્સક્રિપ્શન, ViU પ્રીમિયમનું એક્સેસ મળશે. આ સિવાય 6000 રૂપિયા સુધીનુ Uber બેનિફિટ અને Uber Eats પર 2400 રૂપિયા સુધીનુ બેનિફિટ મળશે. આ સિવાય પેટીએમ મૉલ પર અનલિમિટેડ ફ્રી શિપિંગનો ફાયદો પણ યૂઝર આ પ્રોગ્રામ દ્વારા લઈ શકાશે.

આ અગાઉ હાલમાં Paytmએ એન્ડ્રોઈડ પર 11 ભાષાઓના સપોર્ટની જાહેરાત કરી હતી. જેમાં 11 મુખ્ય ભારતીય સ્વદેશી અને અંગ્રેજી ભાષાઓ સામેલ છે. એટલેકે હવે પેટીએમ યૂઝર્સ 11 ભાષાઓમાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. આ જાહેરાત એવા રીપોર્ટ બાદ આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં આ ડીજીટલ સર્વિસના એવા યૂઝર્સ તેજીથી આગળ વધી રહ્યાં છે, જે અંગ્રેજી બોલી શકતા નથી. એવુ કહેવાઈ રહ્યું છે કે જો યૂઝર્સને મનપસંદ ભાષામાં ઈન્ટરનેટની સર્વિસ આપવામાં આવશે તો લગભગ 200 કરોડ ભારતીય ઈન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી શકે છે.

READ ALSO

Related posts

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!