GSTV
Finance Trending

Paytm ના શેરમાં 11 ટકાનો કડાકો, ઓલટાઈમ લો પર પહોંચ્યો, શા કારણે આ સ્ટોકથી દૂર થઈ રહ્યા છે રોકાણકારો

પેટીએમ

ડીજીટલ વોલેટ Paytm ચલાવતી કંપની વન 97 કમ્યુનિકેશન્સના શેરમાં મંગળવારે જોરદાર કડાકો થયો હતો. કંપનીનો સ્ટોક NSE પર 11.51 ટકા ઘટ્યો હતો. આજે ઈન્ટ્રાડેમાં શેર રૂ. 474.30ના ઓલ ટાઈમ લો સ્તરે સ્પર્શ્યો હતો. જીઓ ફાઈનાન્સ સર્વિસીઝની સેવા શરૂ થવાની સંભાવનાએ પેટીએમના શેરમાં ભારે ઘટાડો થવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે JFSની શરૂઆતથી Paytmના બિઝનેસને નુકસાન થશે.

paytm

એક સપ્તાહમાં શેરમાં લગભગ 23 ટકાનો ઘટાડો

Paytmનો શેર પણ BSE પર 10 ટકાથી વધુ ઘટીને રૂ. 476.65ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં શેરમાં લગભગ 23 ટકાનો ઘટાડો થયો છે. Paytmના શેર શરૂઆતથી રોકાણકારોને નુકસાન પહોંચાડી રહ્યા છે. દિનપ્રતિદિન આ શેર થકી નફો મળવાની આશા ધૂંધળી થઈ રહી છે. જ્યારે પણ આ સ્ટૉક થોડો વધે છે ત્યારે ફરી આંચકો લાગી જાય છે.

સંસ્થાગત રોકાણકારોનું વધ્યું દબાણ

રિપોર્ટ અનુસાર, સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલા ભારે વેચાણને કારણે Paytm સ્ટોક પણ દબાણમાં આવી ગયો છે. એસવીએફ ઇન્ડિયા હોલ્ડિંગ્સ (કેમેન) એ શેર દીઠ સરેરાશ રૂ. 555.67ના ભાવે 2.93 કરોડ શેર વેચ્યા. તેની કુલ કિંમત રૂ. 1,630.89 કરોડ છે. એસવીએફ સપ્ટેમ્બર 2022 સુધીમાં Paytmમાં ​​11.32 કરોડ શેર અથવા 17.45 ટકા હિસ્સો ધરાવે છે.

જેએફએસ નેટવર્થની દૃષ્ટિએ ભારતની પાંચમી સૌથી મોટી નાણાકીય સેવા કંપની બની શકે

વિશ્લેષકોનું માનવું છે કે જીઓ ફાઇનાન્સિયલ સર્વિસથી પણ Paytmને નુકસાન થશે. જીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં જ તેની નાણાંકીય સેવા વ્યવસ્થાને અલગ કરવાનું અને તેનું નામ બદલીને જીઓ ફાઈનાન્સ સર્વિસ કરવાની જાહેરાત કરી હતી. મેક્વેરીના એક વિશ્લેષકે જણાવ્યું હતું કે HDFC ટ્વિન્સ, SBI, ICICI બેન્ક અને એક્સિસ બેન્ક પછી જેએફએસ નેટવર્થની દૃષ્ટિએ ભારતની પાંચમી સૌથી મોટી નાણાકીય સેવા કંપની બની શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

નેતાઓના વચનોમાં ભરમાયા વિના ખેડૂતોએ કર્યું રવિ પાકનું ધૂમ વાવેતર

Padma Patel

ગુજરાત એટીએસના દરોડા/ વડોદરાના સીંધરોટમાથી MD ડ્રગ્સનો રૃ. ૪૭૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો, 143 કિલો ડ્રગ સાથે 5 લોકોની ધરપકડ

HARSHAD PATEL
GSTV