GSTV

BIG NEWS: Google પ્લે સ્ટોર પરથી હટાવી દેવાઇ Paytm App, બૅન કરવા પાછળ આ છે કારણ

paytm

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે Googleએ મોટો નિર્ણય લીધો છે. Google Play Store પરથી Paytm એપ હટાવી દેવામાં આવી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ Paytm એપ ડાઉનલોડ નહી કરી શકે. એપ પર ઓફર કરવામાં આવતી ફેન્ટસી ગેમ્સ Paytmને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લેવા સાથે લિંક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Google ઇન્ડિયાએ જણાવી પ્લે સ્ટોરની પોલીસી

રસપ્રદ વાત એ છે કે ગુગલ ઇન્ડિયાએ આજે ગેમ્બલિંગ પર પ્લે સ્ટોરની પોલીસી દર્શાવતો બ્લોગ પણ જારી કર્યો છે. આ બ્લોગ પોસ્ટમાં Paytmનો ઉલ્લેખ નથી પરંતુ તેમાં પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલીસીઓ દર્શાવવામાં આવી છે.

‘અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા અથવા તો અનિયંત્રિત ગેમ્બલિંગ એપ્સનું સમર્થન નથી કરતાં જે તેને સુગમ બનાવે. તેમાં જો એપ ગ્રાહકોને પૈસા અથવા કેશ પ્રાઇઝ જીતવા માટે પેઇડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એક્સટરનલ વેબસાઇટ પર લઇ જાય, તો તે પોલીસીનું ઉલ્લંઘન છે. ‘ તેમ ગુગલના બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતુ.

Paytmનો આવ્યો આ જવાબ

પેટીએમએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અથવા અપડેટ કરવા માટે ગૂગલના પ્લે સ્ટોર પર અસ્થાયીરૂપે અનુપલબ્ધ છે. તે ખૂબ જ ટૂંક સમયમાં પાછી આવશે. તમારા બધા પૈસા સંપૂર્ણપણે સલામત છે અને જે લોકો પહેલાથી પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે તેઓ હંમેશની જેમ તેમની પેટીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.

iOS યુઝર્સ હજુ પણ કરી શકશે  Paytm યુઝ

Paytm હજુ પણ Apple App Store પર ઉપલબ્ધ છે અને જેમણે તેમના ફોનમાં આ એપ ડાઉનલોડ કરી છે તેઓ હજુ પણ આ એપનો ઉપયોગ કરી શકશે. હજુ સુધી એપની સર્વિસમાં કોઇ ઇશ્યુ રિપોર્ટ થયો નથી. આ ઉપરાંત Paytm બિઝનેસ એપ પ્લે સ્ટોર પર હજુ પણ ઉપલબ્ધ છે.

paytm

જણાવી દઇએ કે Paytm ભારત જ નહી પરંતુ વિશ્વભરની સૌથી મોટી ફિનટેક એપ્સમાંથી એક છે. સેન્સર ટાવરના લેટેસ્ટ ડેટા અનુસાર ઓગસ્ટમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સમાં Paytm છઠ્ઠા નંબરે છે. આ સમયગાળામાં જ આ એપને 6.7 મિલિયનવાર ઇન્સ્ટોલ કરવામાં આવી છે. Paytmના કુલ 450 મિલિયન યુઝર્સ છે. જણાવી દઇએ કે Paytm શોપિંગ, ગેમિંગ, બેન્કિંગ વગેરે ઓફર કરતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પેમેન્ટ માટે વિકસાવવામાં આવી છે.

Read Also

Related posts

બિહાર માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: સત્તામાં આવશું તો બેરોજગારોને આપશું દર મહિને આટલા રૂપિયા

pratik shah

મેહુલ્યો/ ગુજરાત રાજ્યમાં હજુ બે દિવસ વરસાદનું પ્રભુત્વ રહેશે યથાવત્, કમોસમી વરસાદથી પાક ગયો નિષ્ફળ- જગતનો તાત પરેશાન

pratik shah

ભારતે એવું કર્યું કે ચીનને મરચાં લાગશે, ભારત હવે આ દેશ સાથે આરંભશે વેપારી વાટાઘાટો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!