GSTV
Gujarat Government Advertisement

સલાહ! ક્રેડિટ કાર્ડનું બિલ ભરતા સમયે આ વાતોનું રાખો ધ્યાન, નહિતર થઇ શકે છે મોટું નુકસાન

ક્રેડિટ કાર્ડ

Last Updated on January 28, 2021 by Mansi Patel

આજકાલ વધુ પ્રમાણમાં લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા લાગ્યા છે. ક્રેડિટ કાર્ડથી એ ફાયદો છે કે જો કેસ નથી તો પણ તમે પોતાની જરૂરત મુજબ ખરીદી કરી શકો છો અને પછીથી એનું પેમેન્ટ કરી શકો છો. લગભગ તમામ બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. ક્રેડિટ કાર્ડના બિલનું પેમેન્ટ EMI દ્વારા કરી શકો છો. તમે જયારે ક્રેડિટ કાર્ડમાં EMI ઓપ્શન પસંદ કરો છો તો ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. એનાથી તમને ફાયદો થઇ શકે છે. ત્યાં જ આ વાતોનું ધ્યાન નહિ રાખવા પર નુકસાન પણ ઉઠાવું પડી શકે છે. જાણો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઇ કેટલીક ખાસ વાતો.

આ રીતે બચો એક્સ્ટ્રા પેમેન્ટથી

ક્રેડિટ કાર્ડ

જો તમે ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો. તો તમારે રાશિને EMIમાં બદલવી પડશે. એવું કરવા પર તમને લોન ચૂકવવામાં વધુ સમય મળી જશે. એ પહેલા ક્રેડિટ સ્કોર પર પણ ખાસ અસર થવાની નથી. એવા કસ્ટમર જે કોના કોઈ કારણે સમય પર પોતાના ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરી શકતા નથી, એના માટે સારું એ છે કે પોતાની રકમને લોનમાં બદલાવી લેવો. કસ્ટમર એક્સ્ટ્રા પેમેન્ટ કરવાથી પણ બચી જશે.

જો ક્રેડિટ કાર્ડ બિલની નક્કી સમય સીમાની અંદર પેમેન્ટ કરી દેવામાં આવે તો કોઈ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ અથવા વ્યાજ આપવું નહિ પડે. ત્યાં જ જો તમે બિલની રકમને ઇએમઆઇમાં ફેરવી દેવામાં આવે છે. તો બેન્કને એના પર વ્યાજ આપવું પડે છે.

નહિ આપવો પડે કોઈ ચાર્જ

ક્રેડિટ કાર્ડ

ઇએમઆઇ દ્વારા ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરવામાં સાથે કોઈ પ્રકારનો ચાર્જ પણ લાગતો નથી. એમાં વ્યાજ ઉપરાંત પ્રોસેસિંગ ફી, પ્રિપેમેન્ટ ચાર્જ અને જીએસટી પણ લગાવવામાં આવે છે. એનું પેમેંટ પણ કસ્ટમરને કરવું પડે છે.

ઓછા સમય માટે લેવી સુવિધા

2

ઘણી વસ્તુ ખરીદવા અને બિલ પેમેન્ટ કરવા માટે ઇએમઆઇ એક સારો ઓપ્શન છે. એમાં એક વખત પણ વધુ ઇએમઆઇ લેવા પર બેન્કને વ્યાજ ચુક્વવું પડતું નથી. ત્યાં જો તમે ક્રેડિટ કાર્ડના બિલનું પેમેન્ટ ઇએમઆઇ દ્વારા કરવામાં આવે છે તો એના પર વ્યાજ પણ વધુ આપવું પડે છે. માટે કોશિશ કરવી જોઈએ કે ઓછા સમય માટે ઇએમઆઇની સુવિધા લેવામાં આવે.

ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ કરવા માટે ઇએમઆઇનું ઓપ્શન ત્યારે જ અપનાવવું જોઈએ જયારે કોઈ મોટી ઇમર્જન્સી હોય અથવા કોઈ પણ રીતે બિલનું પેમેન્ટ કરવું સંભવ ન હોય. કોશિશ એ જ રાખવાની કે નક્કી સમય પહેલા જ ક્રેડિટ કાર્ડના બિલનું પેમેન્ટ કરી દેવામાં આવે. એનાથી એક્સ્ટ્રા પેમેન્ટ કરવું નહિ પડે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!