GSTV
India News Videos ટોપ સ્ટોરી

Karnataka: બેંગલુરૂમાં કોંગ્રેસનો ડિજિટલ વિરોધ, દિવાલો પર લગાવ્યા CM બોમ્મઈના ‘PayCM’ના પોસ્ટર અને QR કોડ

કર્ણાટકમાં કોંગ્રેસે ભાજપ સરકાર સામે શરૂ કરેલી નવા જ પ્રકારની ઝુંબેશે ચર્ચા જગાવી છે. કોંગ્રેસે બેંગલુરુમાં ક્યુઆર કોડ પર મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇના ચહેરાવાળાં પોસ્ટર લગાવ્યાં છે. આ ક્યુઆર કોડ સ્કેન કરો એ સાથે જ કોંગ્રેસે બનાવેલી વેબસાઇટ ખૂલે છે. આ વેબસાઈટનું નામ ‘40 પર્સન્ટ સરકાર’ રખાયું છે.

વેબસાઈટમાં દાવો કરાયો છે કે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે અને કર્ણાટકમાં 40 ટકા કમિશન સામાન્ય થઇ ગયું છે. આ વેબસાઇટ પર લોકોને સરકારી ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા અપીલ કરાઈ છે.

ભાજપને ભ્રષ્ટાચારી સાબિત કરવાની કોંગ્રેસની ઝુંબેશને લોકો વખાણી રહ્યા છે. ભાજપના નેતા પણ માને છે કે, કોંગ્રેસની આ ઝુંબેશની આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં અસર થશે.

થોડા મહિના પહેલાં કર્ણાટકના કોન્ટ્રાક્ટરોએ દાવો કર્યો હતો કે, તમામ સરકારી કોન્ટ્રાક્ટ્સમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓ 40 ટકા કમિશન લે છે. કોન્ટ્રાક્ટર્સના યુનિયને આ મુદ્દે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. ભાજપના એક કાર્યકરે કમિશનના મુદ્દે આપઘાત પણ કર્યો હતો.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda
GSTV