GSTV
India News Trending

રાજકારણ ગરમાયું / PayCM પોસ્ટર વિવાદ વધુ વકર્યો, પોલીસે કરી કોંગ્રેસ નેતાઓની અટકાયત

PayCM પોસ્ટર વિવાદને મામલે કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. બેંગલુરુના રસ્તાઓ પર કર્ણાટકના CM બોમ્મઈ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે ભ્રષ્ટાચારના મામલામાં તેમની સંડોવણીના આરોપો વચ્ચે સીએમ બોમ્મઈ વિરુદ્ધ PayCMના નામથી પોસ્ટર લગાવ્યા હતા.

આ પોસ્ટર ત્યારે લગાવવામાં આવ્યા જ્યારે કોંગ્રેસ પાર્ટી રાજ્યની બોમાઈ સરકાર પર ભ્રષ્ટાચારને લઈને સતત પ્રહારો કરી રહી છે. હવે કર્ણાટકમાં ‘PayCM’ પોસ્ટર વિવાદને લઈને રાજકારણ ગરમાયું છે. આ કેસમાં પોલીસે કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરી છે.

આ પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, જો તમે આ QR કોડ સ્કેન કરશો તો 40 ટકા સીધું સીએમને ચૂકવવામાં આવશે. આ પોસ્ટરો સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પ્રશાસનને આ પોસ્ટરો લગાવવાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda

નવરાત્રિના પવિત્ર પાર પર IRCTC લાવ્યું શ્રદ્ધાળુઓ માટે સ્પેશલ ઓફર, ફરવું ફ્રી; આ રીતે કરો બુકીંગ

Damini Patel
GSTV