GSTV

24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલવામાં આવી પાયલ રોહતગીને, નહેરુ પર કરી હતી વાંધાજનક ટિપ્પણી

કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને તેના પિતા મોતીલાલ નહેરુ વિરુદ્ધ વાંધાજનક વીડિયો બનાવવા અને તેને શેર કરવા બદલ અભિનેત્રી પાયલ રોહતગીને 24 ડિસેમ્બર સુધી જેલની સજા સંભળાવી છે. પાયલની હાલમાં જ આ કેસમાં બુંદી પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ પાયલ અને તેના પાર્ટનર સંગ્રામસિંહે ટ્વિટર પર પીએમ મોદી અને ગૃહ મંત્રાલયની મદદ માંગી હતી. જોકે, આ મામલે તેમને કોઈ મદદ મળી નથી. તેની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ તે હવે 24 ડિસેમ્બર સુધી જેલમાં રહેશે.

પાયલની ધરપકડના સમાચાર જંગલની આગની જેમ ફેલાયા હતા કારણ કે તેણે ટ્વિટર પર જાતે જ ટ્વીટ કરીને બધાને તેની ધરપકડ વિશે જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, ” મોતીલાલ નહેરુ પર બનાવેલા વીડિયો માટે મને રાજસ્થાન પોલીસે ધરપકડ કરી છે. મેં ગૂગલમાંથી વિડિઓમાં આપેલી માહિતી કાઢી હતી. શું અભિવ્યક્તિની સ્વતંત્રતા મજાક છે? “

પાયલ સામે શું ફરિયાદ હતી?

ત્યારબાદ તેના પાર્ટનર સંગ્રામે પણ પીએમ મોદીને ટેગ કરતા ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે, “શું કોંગ્રેસ શાસિત રાજ્યમાં અભિવ્યક્તિની આઝાદી છે? સાહેબ, કૃપા કરીને આ તરફ ધ્યાન આપો.” સમાજસેવક અને યુથ કોંગ્રેસના નેતા ચર્મેશ શર્માએ પાયલ રોહતગી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ચર્મેશ શર્માએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મોત અંગેની પોસ્ટમાં એવી વાતો પણ લખાઈ છે, જેને કારણે ભારતના વિદેશ સંબંધોને અસર થઈ શકે છે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!