GSTV
Gujarat Government Advertisement

મોદીજી તમને શરમ નથી આવતી: તમારા ફોટા લગાવીને લોકો ડોક્ટર બન્યા, બંગાળ હિંસા પર ગુસ્સે થયેલી આ અભિનેત્રી પોક મુકીને રડવા લાગી

Last Updated on May 5, 2021 by Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પુરી થયા બાદ થયેલી હિંસા મામલે બોલિવૂડમાંથી રિએક્શન આવવા લાગ્યા છે. અભિનેત્રી પાયલ રોહતગીએ આ ઘટના પર ગુસ્સે ભરેલુ રિએક્શન આપ્યુ છે. અભિનેત્રીએ મોદી પર ગુસ્સો કરતા કહ્યુ હતું કે, આપના રહેતા આવુ કઈ રીતે થઈ શકે ? અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાયલ રડતી દેખાઈ છે. રડતા રડતા તે પીએમ મોદીને સવાલ કરી રહી છે ને કહે છે કે, મોદીજી આપને શરમ નથી આવતી ?

અભિનેત્રીએ મોદી પર ભડાસ કાઢતા કહ્યુ હતું કે, આપને જે સપોર્ટ કરી રહ્યા છે શું તેમની સાથે આવુ થાય છે. લોકો આપનો ફોટો લગાવીને ડોક્ટર્સ બની જાય છે. દર્દીઓને ધક્કા ખવડાવે છે. કોઈ કંઈ નથી બોલતુ. મોદીજી આ ઠીક નથી કરતા. આપને અમે સપોર્ટ ન કરીએ, આપને તો ત્યાંના લોકોએ પણ સપોર્ટ કર્યો હતો. તમે કંઈ અમારા બેત્રણ લોકોના મતથી સત્તામાં નથી આવ્યા.

પાયલ વીડિયોમાં આગળ જણાવે છે કે, આપને તો ઘણા બધા લોકોએ મત આપ્યા હતા. આપ લોકતાંત્રિક રીતે જ સેન્ટરમાં આવ્યા છો. તેમ છતાં પણ શા માટે અમને જ ટાર્ગેટ કરો છો. કારણકે અમે આપને સપોર્ટ નથી કરતા એટલા માટે, તે લોકો આપને જ વોટ આપશે, પણ ટાર્ગેટ અમને કરશે. અમારાથી નફરત કરશે. આપને જે સારૂ લાગે તે કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

Dhruv Brahmbhatt

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

Dhruv Brahmbhatt

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!