GSTV
Gujarat Government Advertisement

જેલમાંથી બહાર આવતા જ આ અભિનેત્રીએ સ્વરાને રોહિંગ્યા બતાવી, ટ્વીટ કરી આપ્યું નિવેદન

બોલીવુડ અભિનેત્રી પાયલ રોહાતગીને રાજસ્થાન કોર્ટે જામીન પર છોડી દીધી છે, ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી વખત પાયલ સોશીયલ મીડિયા પર એક્ટીવ થઈ ગઈ છે. પાયલે જેલમાંથી પરત ફર્યા બાદ તરત જ અભિનેત્રી સ્વરા ભાસ્કર પર શાબ્દિક હુમલો કરી દીધો છે.

વાત જાણે એમ છે કે, સ્વરા ભાસ્કર શરૂઆતથી જ નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન (NRC)નો વિરોધ કરી રહી છે, જેના વિરોધમાં સ્વરા ભાસ્કર દિલ્હી આવીને લોકોનું સમર્થન કરતા પણ નજર આવી રહી છે કે, તેમની પાસે જન્મનોદાખલો કે, પાસપોર્ટ પણ નથી. જો કે, સ્વારને તેમના આ વીડિયો માટે સોશીયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે.

પાયલ રોહાતગીએ સ્વરાના આ વીડિયોને રીટ્વીટ કરતા લખ્યું છે કે, ‘રામ રામ જી, મજા આવી જશે જો સ્વરાનું નામ NRC યાદીમાં નહી હોય, કારણ કે, લગભાગ આ તેના પરિવારથી અલગ પડી ગઈ છે. રોહિંગ્યા લાગે છે…કદાચ ડરી ગઈ છે પગલી. કારણ કે, તેની પાસે ન તો કોઈ ડિગ્રી છે કે, ન કોઈ પ્રોપર્ટી, આને કાઢો બહાર…’

સ્વરાને પોતાના આ વીડિયો માટે સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝર્સે સ્વરાને ટ્રોલ કરતા લખ્યું છે કે, જો તારી પાસે પાસપોર્ટ નથી તો, તું વિદેશ કેવી રીતે જાય છે.

ઉલ્લેખનીય છે કે, પાયલ રોહાતગીને સોશીયલ મીડિયા પર ગાંધી-નહેરુ પરિવાર પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બાદલ રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. જો કે, 24 ડિસેમ્બર સુધી કોર્ટે પાયલને ન્યાયિક હિરાસતમાં મોકલી દીધી હતી, પરંતુ ત્યારબાદ તેણીને જામીન મળી ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!